Monday, May 16, 2022

કુવા કાંઠે ખેડૂત તરસ્યા ? નર્મદાના નીર મેળવવા સુરેન્દ્રનગરમાં લડતના એંધાણ

Surendranagar Farmers News Gujarat : સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાના (Narmada) નીર દ્વારકા (Devbhumi Dwarka) , ભાવનગર (Bhavnagar)) અને કચ્છ (Kutch)સુધી પહોંચી ગયા છે. ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યાં જેવો ઘાટ સર્જાયા હોવાનું ઝાલાવાડના (Zalavad) ખેડૂતો જણાવી રહ્યા છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત સભાના આયોજનોની શરૂઆત કરવામાં આવી રહી છે.

Surendranagar Farmers કુવા કાંઠે ખેડૂત તરસ્યા ? સુરેન્દ્રનગરમાં લડતના એંધાણ

નર્મદાના નીર માટે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વલખા મારી રહ્યા છે. ખેડૂતો પોતાના જિલ્લામાંથી નર્મદાના નીર પસાર થવા છતા તરસ્યા હોવાનું જણાવી રહ્યા છે. જેના અનુસંધાને જિલ્લાના ખેડૂતો લડતની તૈયારી (Protest) કરવા જઈ રહ્યા છે. જે અનુસંધાને મુળી, વઢવાણ અને ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો દરેક ગામ સુધી જઈ સભા કરવાની શરૂઆત કરી છે.

જૂઓ વીડિયો : મગફળીની લારી પર પહોંચેલા IPS નો વીડિયો વાયરલ

surendranagar news whatsapp group link
Surendranagar news whatsapp group link

ખેડૂત આગેવાનો અને કિસાન કોંગ્રેસના નેતાઓ આ મામલે જિલ્લાના દરેક ગામ સુધી પહોંચી સભાનું આયોજન કરવા બહાર આવ્યા છે. ત્યારે ગઈકાલે રવિવારના રોજ ખંપાળીયા ગામે ચાર ગામના ખેડૂતોની એક સભા યોજવામાં આવી હતી. આ સભામાં વડધ્રા, રાસીંગપર, ગઢડા ગામના ખેડૂતો હાજર રહ્યા હતા.

સભામાં હાજર આગેવાનો અને ખેડૂતો સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આગેવાનો એ સભામાં આગામી સમયમા મોટી લડતના એંધાણ આપતા જોવા મળ્યા હતા. ખેડુત આગેવાન રાજુભાઈ કરપડા એ આ તકે જણાવ્યું હતું કે, આગામી સમયમાં બહું મોટુ આંદોલન કરવામાં આવશે. સરકાર પાસે હજુ સમય છે ખેડૂતોની માગ સ્વીકારી તાત્કાલિક ધોરણે નર્મદાના પાણી ખેડૂતોને આપી ખેડૂતો અને ખેતીને બચાવી લો, નહીંતર આક્રમક લડત આપવા ખેડૂતો કટ્ટીબધ બન્યા છે. જેનું પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે.

આ તકે ખંપાળીયા ગામના સરપંચ જીવણભાઈ દ્વારા જણાવાયું હતુ કે, આ મામલે જ્યાં જરૂર પડશે કે લડત કરવાની થશે તો તેઓ સમર્થન કરશે. આ સાતે જ ગઈકાલે મુળી તાલુકાના સરા ગામ ખાતે પણ ખેડૂત સભા યોજાઈ હતી જેમાં પણ મોટી સંખ્યામાં ગામજનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...