Surat News : પાટીદાર અનામત આંદોલન (PAAS) બાદ ઉભરી આવેલા અલ્પેશ કથીરિયા અને રિક્ષા ચાલક વચ્ચે સુરતમાં બાબલ (Attack on Patidar leader & PASS convener Alpesh Kathiriya) થઈ હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા અને રિક્ષા ચાલક વચ્ચેની બબાલના દ્રશ્યો (Viral Video) સામે આવ્યા છે. જે દ્રશ્યોમાં કથીરિયા અને અન્ય એક યુવાન મારામારી કરતા નજરે પડી રહ્યાં છે.
કોપદ્રા પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટના મામલે મીડિયા રિપોર્ટ જણાવે છે કે, PAASના કન્વીનરને બાઈક પર પસાર થવા દરમિયાન રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી. રિક્ષા ચાલક સાથે બોલાચાલી ઉગ્ર બનતા રિક્ષા ચાલકે અલ્પેશ કથીરિયાને લાકડાના ધોકા વડે ફટકા માર્યા હતા. કથિત આ ઝઘડાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અલ્પેશ અને અન્ય યુવાન ઝપાઝપી કરી રહ્યાં હોય તેમ જણાય છે.
જૂઓ કથિત બબાલનો વિડીયો (Video)
મોટી સંખ્યામાં લોકો એક્ત્રિત થતા તેમજ અલ્પેશ સહિતના કેટલાક લોકો યુવાન પર હાવી થઈ જતા યુવાન નાસી છુટ્યો તેવું કથિત વિડીયોમાં જોઈ શકાય છે. આ ઝઘડો રિક્ષા ચાલકને સરખી રીતે રિક્ષા ચલાવવાનું કહી ટપારતા થયો હોવાનું માનવમાં આવે છે.
વધુ વાંચો- વિદ્યાર્થીનીઓના ગંભીર આક્ષેપ બાદ લંપટ શિક્ષકની ધરપકડ કરતી જેતપુર સિટી પોલીસ
હાલ કાપોરદ્રા પોલીસ સ્ટેશન ખાતે મામલાની તપાસ ચાલી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉપરાંત અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.