સુરત ન્યુઝ : ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) નજીક આવી છે ત્યારે રાજ્યમાં ઠેર-ઠેર ભગવાન ગણેશની મુર્તિની સ્થાપનાની તૈયારી ચાલી રહી છે. ગણેશ સ્થાપના સાથે જ ભક્તો ડીજેના તાલે ઝૂમવાનું પણ આયોજન કરતા હોય છે. પરંતુ હજુ તો ગણેશોત્સવને આવ્યો નથી અને માત્ર તૈયારી ચાલી રહી છે ત્યાં જ ભક્તો ડીજેની બઘડાટી બોલાવવા લાગ્યા છે. એવામાં પોલીસ આવી ચઢતા નાચી રહેલા ભક્તોએ પોલીસ સાથે પણ ખરાબ વર્તન અને ઝપાઝપી કર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ Video Viral થયો છે. ઉલ્લેખનીય છે કે આ વાતને પોલીસ નકારી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ 21 |ઑગસ્ટની રાત્રિના સમયે સુરતના ઉધનામાં આવેલી એક સોસાયટીમાં ગણેશની મુર્તિ સ્થાપના કરવા માટે ડીજેના તાલ સાથે મુર્તિ લઈને આવી રહ્યાં હતા. મોડી રાત સુધી ડીજે વાગતું હોય સ્વાભાવિક રીતે પોલીસ આવે તેમ અહીં પણ આવી હતી. પોલીસે ડીજે બંધ કરાવાવનો પ્રયત્ન કરતા સોસાયટીના રહિશો ઉશ્કેરાય ગયા હતા.
વિડીયો- રાજકોટના લોકમેળામાં દિલધડક મોતના કુવામાં અકસ્માતનો ધબકારો ચૂકાવી દે તેવો વિડીયો…
ઉશ્કેરાયેલા લોકોએ પોલીસની પીસીઆર જીપ પર પણ હુમલો કરાવનો પ્રયાસ કર્યો હતો. પોલીસ જીપને ઉશ્કેરાયેલા ટોળાએ પરત કાઢી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
શું કહે છે પોલીસ ?
આ મામલે ઉધના વિસ્તારના પોલીસ ઈન્સપેક્ટર એચ.એસ. આચાર્યએ પત્રકારને જણાવ્યું હતું કે, “સોસાયટીના રહીશો જ્યારે ગણપતિની પ્રતિમા લાવી રહ્યા હતા, તે સમયે તેમના ફેમિલી સાથે ડીજે વગાડીને ડાન્સ કરતા હતા. ત્યારે કેટલાક આસપાસની સોસાયટીના યુવકો પણ ડાન્સ કરતા અંદરોઅંદર તકરાર થઈ હતી. જે અંગે તેમણે કંટ્રોલમાં કોલ કરીને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં દ્વારા વર્ધી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. મોડી રાત સુધી ડીજે ચાલુ હોવાના કારણે પોલીસે ડીજે બંધ પણ કરાવ્યુ હતું. બીજી કોઈ ઘટના થઈ નથી. જેથી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.”