Homeગુજરાતસુરતગૃહમંત્રીના સુરતમાં તાલીબાન જેવી હાલત ! AAP ના કાર્યકરોને ભાજપના કાર્યકરોએ પોલીસની...

ગૃહમંત્રીના સુરતમાં તાલીબાન જેવી હાલત ! AAP ના કાર્યકરોને ભાજપના કાર્યકરોએ પોલીસની હાજરીમાં ઢીબી નાખ્યા

-

Surat City Viral Video News Gujarati : ગૃહમંત્રીના સુરતમાં તાલીબાન જેવી હાલત, AAP ના કાર્યકરોને ભાજપના કાર્યકરોએ પોલીસની હાજરીમાં ઢીબી નાખ્યા. સુરત મહાનગરપાલિકામાં વિરોધ અને સભાગૃહમાં ધરણા બાદથી આમ આદમી પાર્ટી સતત સત્તાપક્ષ ભાજપ પર આક્ષેપ કરી રહી છે. ગતરોજ રવિવારે આપ ના નગરસેવકોને મનપાના સભા ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતું. જ્યારે આજરોજ ભાજપ BJP ના કાર્યકરો દ્વારા પોલીસની હાજરીમાં આપ ના નેતા અને કાર્યકરોને માર માર્યાના આક્ષેપ સામે આવ્યા છે. ઘટનાના વિડીયો Video સોશિયલ મીડિયા પર સામે આવતા લોકો વિરોધીઓને ફટકારવાના રાજકાર પર રોષે ભરાયેલા જોવા મળી રહ્યાં છે.

સુરત મહાનગરપાલિકામાં સતત 20 કલાક સુધી સભાગૃહમાં ધરણા કરી આપ ના નગરસેવકોએ સભામાં બોલવાની તક માંગી હતી. દરમિયાન ધરણા પર રહેલા નગરસેવકોને માર્શલે સભાગૃહ બહાર કાઢ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થતા એક મહિલા કોર્પોરેટરના કપડા ફાડી નાખ્યા અને એક કોર્પોરેટરનું ગળુ દબાવ્યાના આક્ષેપ આપ દ્વારા કરવામાં આવ્યો હતો. આ મામલો શમ્યો નથી ત્યાં ભાજપ BJP ના કાર્યકરો દ્વારા આપ ના નેતા ગોપાલ ઈટાલીયા સહિતના નેતા અને કાર્યકરોને માર માર્યાની ઘટનાના આક્ષેપ લાગ્યા છે.

Surat Video News: ગૃહમંત્રીના સુરતમાં તાલીબાન જેવી હાલત AAP ના કાર્યકરોને BJPના કાર્યકરોએ પોલીસની હાજરીમાં ઢીબી નાખ્યા

આમ આદમી પાર્ટી દ્વારા રવિવારની ઘટનાને ધ્યાને રાખી આજે ભાજપના કાર્યાલય ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ટકરાવ થયો હતો. જેમાં આપ ના નેતા ગોપાલ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર માર્યાની રાવ ઉઠી છે.

આમ આદમી પાર્ટીના ભાજપ કાર્યાલય પર વિરોધ માટે જતા કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. અને ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોને પોલીસની હાજરીમાં ભાજપના કાર્યકરોએ ફટકાર્યાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે. બંને પક્ષના કાર્યકરોના ઘર્ષણ દરમિયાન ભાજપના કાર્યકરો ભારત માતાકી જય અને ખાલિસ્તાન મુર્દાબાદના નારા પોકારતા હતા તેવું આપ ના નેતાઓનું કહેવું છે.

પોલીસ પકડે એ પહેલા માર માર્યો

પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતાં આ મુદ્દે વિવાદ થયો છે.

Must Read