Homeગુજરાતરાજકોટસુરતમાં દૂધ તાપીમાં ઢોળ્યું, રાજકોટમાં ટેન્કર રોડ પર ઢોળી માલધારીનો વિરોધ

સુરતમાં દૂધ તાપીમાં ઢોળ્યું, રાજકોટમાં ટેન્કર રોડ પર ઢોળી માલધારીનો વિરોધ

-

Rajkot news update : રાજ્યમાં માલધારીઓ દ્વારા રખડતા ઢોર (Stray Cattle) મામલે કાયદાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ અને સુરત (Surat) સહિતના શહેરમાં માલધારીઓએ દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો હતા. જ્યારે આજરોજ દૂધ નદીમાં અને રસ્તા પર ઢોળી (Milk Pour) દઈ વિરોધ વધારે આક્રમક કર્યો છે.

રાજકોટમાં માલધારી સમાજના લોકો દ્વારા ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં માલધારીઓ દ્વારા દૂધના વેચાણ બંધ બાદ રસ્તા પર દૂધ ભરેલા ટેન્કર અને કેન રસ્તા પર ઢોળી દીધા હતા. જ્યારે સુરતમાં દૂધને તાપીમાં નાખી દૂધ રોષ વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો- રાજકોટ મનપાએ રસ્તા પર રઝળતા અને ફૂટપાથ પર સુતા 76 લોકોને રેનબસેરામાં ખસેડાયા

રાજકોટમાં દૂધ ભરેલા ટેન્કર અને કેન ઢોળાતા જોવા મળ્યા જ્યારે સુરતમાં તાપીમાં દૂધ વહાવતા માલધારી જોવા મળ્યા હતા. માલધારી સમાજની માગણી છે કે સરકાર દ્વારા ગૌચરની જમીન ખુલ્લી કરાવાય અને રખડતા ઢોર નિયંત્રણનો કાયદો રદ્દ કરવામાં આવે.

વધુ વાંચો- વડોદરામાં કેજરીવાલ પર દાવ થઈ ગયો ! જૂઓ વિડીયોમાં…

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...