Homeગુજરાતસુરતકરોડોના ગાંજા પ્રકરણમાં ઓરિસ્સાથી ઓપરેશન ચલાવી આરોપી પકડી લાવતી સુરત પોલીસ

કરોડોના ગાંજા પ્રકરણમાં ઓરિસ્સાથી ઓપરેશન ચલાવી આરોપી પકડી લાવતી સુરત પોલીસ

-

સુરત ન્યુઝ : રાજ્યમાં નશાકારક પદાર્થોનો વેપાર સતત વધી રહ્યો હોય તેમ જણાય છે. યુવાધનને નશીલા પદાર્થોના બંધાણી બનાવી યુવા પ્રતિભા ખતમ કરવાનો જાણે કારશો ચાલતો હોય તેવી સ્થિતી છે. ત્યારે ગુજરાત પોલીસ સતત ગાંજા,ચરસ, ડ્રગ્સ અને અફીણ મામલે કાર્યવાહી કરી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) તાજેતરમાં જ ગાંજાના ખુબ મોટા જથ્થા સાથે ઝડપ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરત પોલીસે નવેમ્બર વર્ષ 2021માં પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો કરી 1009 કિલો ગાંજા સાથે આરોપી મોહમ્મદ શેખની ધરપકડ કરી હતી.  આરોપીએ પોલીસ તપાસમાં કબૂલાત આપી હતી કે તેને દિલીપ ગૌડા નામનો શખ્સ દક્ષિણ ગુજરાતમાં ગાંજાની સપ્લાય કરે છે. પોલીસે આરોપી દિલીપ ગૌડાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

વધુ વાંચો- સુરતમાં ધોળા દિવસે અપહરણની ઘટનામાં રાજકોટના બે આરોપીની ધરપકડ

પોલીસે વોન્ટેડ આરોપી દિલીપ ગૌડાને ઝડપી લેવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશ શરૂ કર્યું હતું. પોલીસે બાતમીના આધારે ઓરિસ્સામાં જઈ આરોપી દિલીપ ગૌડાના ઘર આસપાર વોચ ગોઠવી હતી. આરોપી આવતા જ પોલીસે દિલીપ ગૌડાની ધરપકડ કરી લીધી હતી.

મળતી વિગત મજુબ આપી દિલીપ ડિપ્લોમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ઉપરાંત તેણે કબૂલાત આપી હતી કે દક્ષિણ ગુજરાતમાં આશરે સાડા ત્રણ કરોની કિંમતનો ગાંજો પહોંચતો કર્યો હતો.

વધુ વાંચો- રૂપિયા 14 લાખ લૂંટી નાસી છુટેલો ફરિયાદીનો પિતરાઈ ભાઈ પકડાયો: રાજકોટ

Must Read