Homeગુજરાતસુરતઆ રીતે પૈસા બચાવી મુસાફરી કરવી કેટલી ભારે પડી શકે છે સુરતનું...

આ રીતે પૈસા બચાવી મુસાફરી કરવી કેટલી ભારે પડી શકે છે સુરતનું તંત્ર ક્યારે જાગશે ?

-

સુરત : સુરત મહાનગરપાલિકા SMC દ્વારા શહેરના લોકોને ટ્રાન્સપોર્ટની સુવિધા આપવા માટે રૂપિયા 25માં પ્રતિદિન અનલિમિટેડ મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાની આ સિટી બસમાં લોકો પોતાના જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સુરત શહેરનો એક વિડીયો (Video) સામે આવ્યો છે જેમાં લોકો જીવના જોખમે સિટી બસમાં મુસાફરી કરતા નજરે પડ્યા છે. શહેરના નોકરીયાત લોકો, મજૂર વર્ગ અને વિદ્યાર્થીઓ મુખ્યત્વે સિટી બસમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે મહાનગરપાલિકાની સિટી બસમાં જગ્યા ખૂટી પડે છે અને આ સ્થિતીમાં મુસાફોર મજબૂરીવશ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે.

આ વિડીયો જોતા દુર્ઘટના ઘટવાની પુરી શક્યતાઓ જણાય છે. ત્યારે આવી સ્થિતી કેમ પેદા થાય અને તંત્ર જાણવા છતાં કેમ આંખ આડા કાન કરે છે તે મોટો સવાલ શહેરીજનોમાં ઉઠી રહ્યો છે. સાથે જ શહેરીજનો જણાવે છે કે આવા સમયે રખેને દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ તે તંત્રએ જણાવવું જોઈએ અન્યથા સિટી બસના તંત્રમાં સુધારો કરવો જોઈએ.

હાલ સામે આવેલો વિડીયો સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ વિડીયોમાં મોટી સંખ્યામાં મુસાફરો અત્યંત જોખમ સાથે બસમાં લટકાઈ જતા જણાય છે. સ્થાનિકોના મતે આવા દ્રશ્યો પ્રથમ વખત નહીં પણ અવાર-નવાર આ વિસ્તારમાં સામે આવતા રહે છે. પરંતુ છતાં તંત્ર દ્વારા પ્રશ્નનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. તંત્ર દ્વારા આવા વિડીયો સામે આવતા રહેતા હોવા છતાં પણ કોઈ પગલા કે કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે સવાલ પેદા થાય છે કે તંત્ર પગલા લેવા માટે કોઈ ગંભીર અકસ્માતની રાહ જૂએ છે ?

Click Here for More Surat City News

Must Read