Homeગુજરાતસુરતવિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો બનાવનાર પ્રિન્સિપાલની ધરપકડ: સુરત

વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણીનો વિડીયો બનાવનાર પ્રિન્સિપાલની ધરપકડ: સુરત

-

સુરત સમાચાર : સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીને નગ્ન કરી વિડીયો Video બનાવી જાતિય સતામણી કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પૂણા નગર શિક્ષણ સમિતિ સંચાલીત શાળાના પ્રિન્સિપાલે વર્ષ 2018માં એક વિદ્યાર્થી સાથે જાતિય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગતરોજ આ મામલે આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી છે.

વર્ષ 2018માં પુણા ગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ પર આરોપ છે કે તેણે એક વિદ્યાર્થીને પોતાની ચેમ્બરમાં બોલાવી નગ્ન કરી અન્ય વિદ્યાર્થીની મદદથી વિડીયો બનાવ્યા હતો. સાથે જ જાતિય સતામણીનો પણ તેમના પર આરોપ છે.

વધુ વાંચો- દારૂના હાટડા પકડી પાડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન કેમેરા ઉડાવી શરૂ કરી મેગા ડ્રાઈવ

14 વર્ષના વિદ્યાર્થીના કપડા છુપાવી દઈ અન્ય 4-5 અન્ય વિદ્યાર્થી તેમજ નિશાંતે દોડાવી મજાક ઉડાવી અને વિડીયો બનાવ્યો હતો. પ્રિન્સિપાલ નિશાંત વ્યાસ પર ફરિયાદ નોંધવામાં આવતા તે નાસી ગયો હતો. પૂણા પોલીસે બાતમીના આધારે આરોપી પ્રિન્સિપાલ નિશાંત વ્યાસની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નિશાંતની પત્ની પણ શિક્ષિકા છે.

વધુ વાંચો- મોરબીના ગ્રીનચોક પાસે મકાનમાં દરોડો કરી 8 આરોપી ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આ મામલે તપાસ સમિતિમાં વિડીયો થકી આશિંક રીતે આરોપોને સમર્થન મળ્યું છે પરંતુ હવે પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી કરશે.

Must Read