Homeગુજરાતસુરતઆ રીતે સુરતના બાંગ્લાદેશીમાંથી તમંચા સાથે કુખ્યાત આરોપી વસીમ પકડાયો

આ રીતે સુરતના બાંગ્લાદેશીમાંથી તમંચા સાથે કુખ્યાત આરોપી વસીમ પકડાયો

-

સુરત ન્યુઝ : સુરત પોલીસ દ્વારા હથિયારો લઈ ફરતા અસામાજિક તત્વો પર તવાઈ શરૂ કરવામાં આવી છે. દરમિયાન વિવિધ 22 જેટલા ગુનામાં આરોપમાં સંડોવાયેલો આરોપી દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે પોલીસના હાથ ચઢ્યો હતો. પોલીસે (Surat Police) આરોપીની ધરપકડ કરી વિધિસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત એસઓજી (Surat SOG)એ બાતમીના આધારે લિંબાયત વિસ્તારની બાંગ્લાદેશ ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતા વિસ્તામાંથી આરોપી વસીમ ઉર્ફે ગાવઠી રહીમ શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી દેશ બનાવટનો તમંચો અને 1 જીવતું કારતૂસ તેમજ 5000 રૂપિયા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ વાંચો- ૧૫% નીચા ભાવે વેચાણ કરવા વેપારીઓ સહમત

પોલીસ તપાસમાં આરોપી વસીમે અગાઉ લિંબાયત મીઠખાડી પાસે રહેતા વસીમ પાર્સલ અને તેના માણસો સાથે અદાવત ચાલતી હોય માટે હથિયાર રાખતો હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વસીમ ઉર્ફે ગાવઠી પર સુરત સહિતના વિસ્તારમાં વિવિધ 22 ગુના નોંધાયેલા છે.

વધુ વાંચો- જુનાગઢના દરિયાકાંઠે આ રીતે મળ્યા ચરસના પેકેટ; તપાસનો ધમધમાટ શરૂ

Must Read