Homeગુજરાતરાજકોટસુરતમાં ધોળા દિવસે અપહરણની ઘટનામાં રાજકોટના બે આરોપીની ધરપકડ

સુરતમાં ધોળા દિવસે અપહરણની ઘટનામાં રાજકોટના બે આરોપીની ધરપકડ

-

સુરત ન્યુઝ : સુરત (Surat)થી યુવકનું અપહરણ કરી નાસી છુટેલા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આરોપીઓ નાસી રહ્યા હતા દરમિયાન વાસદ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. જે મામલે પકડાયેલા આરોપીઓ જય પટેલ અને હિરેન પટેલ રાજકોટના હોવાનું સામે આવ્યું છે.

સુરત શહેરમાંથી ધોળા દિવસે યુવકના અપહરણની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં અપહ્યત યુવાન પ્રતિક પાઘડાળ હોવાની માહિતી મળી રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રતિકે 2 વર્ષ પહેલા નોકરી છોડી અમદાવાદ (Ahmedabad)માં વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદમાં વ્યવસાય માટે સગા-સબંધીઓ પાસેથી પૈસા ઉધાર મેળવી તેણે વ્યવસાય શરૂ કર્યો હતો. પરંતુ આ વ્યવસાયમાં પ્રતિકે ચાલતો નહીં હોવાથી બંધ કરી દીધો હતો. અમદાવાદ છોડી પ્રતિક સુરત ગયો જ્યાં મિત્રો સાથે બીજો વ્યવસાય શરૂ કરવા વિચારતો હતો.

વધુ વાંચો- રાજકોટમાં મોડી રાત્રે ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે ફાયરિંગ; કાળીયો ઠાકર પોલીસ બની આવ્યો: માલિક

દરમિયાન સુરતમાં પ્રતિક પોતાના મિત્રો સાથે નાસ્તો કરી રહ્યો હતો ત્યારે એક ફોન આવ્યો હતો. આ ફોન આવતા તે વાત કરવા બહાર આવ્યો અને ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ચોકીદારે યુવકને લઈ જતા જોઈ સાથે રહેલા તેના મિત્રોને જાણ કરી હતી. યુવકોએ બહાર દોડી આવી પ્રતિકનું અપહરણ કરી કારમાં લઈ જતા જોયું હતું. અપહ્યત પ્રતિકના મિત્ર લાલજીએ કારનો નંબર નોંધી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી.

વરાછા પોલીસે ઘટનાની જાણ થતા ગાડી નંબરના આધારે તપાસ કરી હતી. સાથે જ સીસીટીવી ફૂટેજ ચકાસી સુરતથી અમદાવાદ તરફ કાર જતી શોધી લીધી હતી. સુરત પોલીસે વડોદરા પોલીસને જાણ કરી આ કારની વિગત આપી હતી. પોલીસે  વાસદ ચોકડી પાસેથી આ કારને રોકાવી અપહરણના આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ મૂળ રાજકોટના છે અને જય પટેલ અને હિરેન પટેલે પ્રતિકનું પૈસાની લેતીદેતીમાં અપહરણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલાત કરી હતી કે, તેમણે પ્રતિકને ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ ધંધામાં ખોટ જતા પ્રતિકે પૈસા પરત આપ્યા ન હતા અને તે અલગ અલગ વાયદાઓ આપતો હતો અને અંતે પૈસાની ચુકવણી ન થતા તેમણે પૈસા મેળવવા માટે પ્રતિકનું અપહરણ કર્યું હતું.

Must Read