સુરત ન્યુઝ : તાજેતરમાં જ સુરત (Surat) ના વકીલ અને જાગૃત નાગરિક મેહુલ બોઘરા (Mehul Boghra) પર TRB જવાનના હુમલાની ઘટના નોંધાઈ હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળ્યા હતા. સાથે જ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા TRB જવાન સાજણ ભરવાડ (Sajan Bharwad) પર ફિટકાર વરસી હતી.
બાદમાં જ્યારે આરોપી સાજણ ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં વકીલોનો હોબાળો થતા તંગદીલી જોવા મળી હતી. ત્યારે હવે ફરી પાંચ દિવસના રિમાન્ડ બાદ સાજણને ફરી કોર્ટમાં રજૂ કરવાનો થતા વહેલી સવારે 9 વાગ્યે જ પોલીસે સાજણને કોર્ટમાં રજૂ કર્યો હતો.
વધુ વાંચો- બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કારના કેસના દોષિતોની મુક્તિ મામલે સુપ્રીમે રાજ્ય સરકારને મોકલી નોટિસ
સુરત જિલ્લામાં બાર એસોસિએશન દ્વારા ગતરોજ તારીખ 24 ઑગસ્ટના રોજ મેહુલ બોઘરા પર થયેલા હુમલાના વિરોધમાં રેલી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વકીલોએ સુરતના જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કર્યો હતો.
ગરોજ મોટી સંખ્યામાં વકીલ મંડલ રેલીમાં હાજર રહેતા અને રોષે ભરાયેલા હોય આરોપી સાજણ ભરવાડને કોર્ટમાં રજૂ કરતા પહેલા સાવચેતી જરૂરી જણાતા પોલીસે આજરોજ વહેલી સવારે જ સાજણને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રીયા કરી હતી.
આરોપી સાજણને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વકીલોની માગણી છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પર આ રીતે હુમલો ન થાય માટે આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે અને વકીલ મેહુલ બોઘરા પર એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેને પરત ખેંચવામાં આવે.
વધુ વાંચો- સાવધાન ! ફ્લિપકાર્ટ આપનો અંગત ડેટા લઈ શકે છે ? આણંદ પોલીસે તાગ મેળવવાની કરી શરૂઆત