Homeગુજરાતસુરતટર્ન લેતા જ ટ્રકે જીવન પર પૈડા ફેરવી દિધા, આશાસ્પદ યુવતીનું મૃત્યુ:...

ટર્ન લેતા જ ટ્રકે જીવન પર પૈડા ફેરવી દિધા, આશાસ્પદ યુવતીનું મૃત્યુ: સુરત

-

Surat News in Gujarati સુરત : સુરત જિલ્લાના વાલોડ તાલુકામાં એક ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવતીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. હાઈવે પર મોપેડ લઈ પસાર થઈ રહેલી યુવતીએ પેટ્રોલ ભરાવવા માટે ટર્ન લીધો દરમિયાન તેણીને ટ્રકે અડફેટ લીધી હતી. ટ્રક અડફેટ ચડતા યુવતી મોપડ સહિત 25 ફૂટ જેટલી ટ્રક નીચે ઢસડાઈ હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનામાં ઈજાગ્રસ્ત યુવતીના પિતા હાલ નાજૂક હાલતમાં છે. 13 જૂનના રોજ થયેલી આ દૂર્ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજનો વિડીયો Video આજરોજ સામે આવતા ગંભીર અકસ્માત કેવી રીતે સર્જાયો તે સામે આવ્યું હતું.

ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલી યુવતી સ્નેહલતા ચૌધરી વાલોડ તાલુકાના ધામોદલાની રહેવાસી હતી અને ઉમરપાડામાં પ્રોફેસર હતી. ધામોદલાના નિશાળ ફળીયામાં રહેતી યુવતી અકસ્માત સમયે પિતા ગુરજીભા સાથે મઢી કોઈ કામ અર્થે જઈ રહી હતી. આ દરમિયાન સુરતા વાંસકૂઈ પેટ્રોલપંપ પાસે પાછળથી આવી રહેલા બોરવેલના ટ્રક અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો (Accident Between Truck and Moped Surat) હતો. આ ઘટનામાં સ્નેહલતાનું મૃત્યુ થયું છે જ્યારે તેના પિતાની હાલત નાજૂક છે.

પોલીસે હાલ ઘટનાની નોંધ કરી ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ઘટના બાદ ટ્રકચાલક સ્થળ પર જ ટ્રક રેઢો મૂકી ફરાર થઇ ગયો હતો.

Accident Between Truck and Moped Surat

ગત 13 જૂનના રોજ થયેલા આ અકસ્માતના સી.સી.ટી.વી. ફૂટેજ હવે સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ટ્રકની અડફેટે મોપેડ આવતા મોપેડ સવાર પિતા 10 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. જ્યારે પ્રોફેસર પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ જેટલી ઢસડાઈ હતી. પોલીસસૂત્રો પાસે મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાના ધામોદલા ગામના ગુરજીભાઈ અને દીકરી સ્નેહલતા પોતાનું મોપેડ (GJ-26-AD-0423) લઈને જઇ રહ્યા હતા. ત્યારે વાંસકૂઈ ગામની સીમમાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા માટે ટર્ન લીધો ત્યારે પાછળથી આવતી ટ્રક (GJ-03-CL-8341)ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...