Homeગુજરાતસુરતપાંજરે પુરેલો દીપડો લઈ વન વિભાગે પોલીસ સ્ટેશન પહોંચવુ પડ્યું કારણ ચોંકાવનારું

પાંજરે પુરેલો દીપડો લઈ વન વિભાગે પોલીસ સ્ટેશન પહોંચવુ પડ્યું કારણ ચોંકાવનારું

-

સુરત : રાજ્યના કેટલાય ગામ અને શહેર આસપાસ જંગલ વિસ્તાર નજીક આવેલા છે. જેના કારણે વન્ય પ્રાણીઓ જંગલમાંથી ગામમાં પ્રવેશ કરી જતા હોય છે. ટૂંકમાં કુદરતી જંગલમાંથી પ્રાણીઓ કોંક્રિટના જંગલમાં પ્રવેશ કરતા હોય છે. આ રીતે સુરતના ખજોદ ગામના જંગલમાંથી દીપડો ગામમાં પહોંચી ગયો હતો.

સામાન્ય રીતે છુપાઈને જીવતા દીપડા જંગલમાં પણ જોવા મુશ્કેલ હોય છે એવામાં દીપડા ગામમાં પહોંચે ભાગ્યે જ જોવા મળે છે. સુરતના ખજોદ ગામમાં પહોંચેલા દીપડાને જોઈ ભયનો માહોલ ઉભો થયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દોડતો થયો હતો.

વધુ સમાચાર- મોરબીમાંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડતું સ્ટેટ વિજિલન્સ

ગત શુક્રવારના રોજ દીપડો ગામમાં આવ્યાની માહિતી મળતા વન વિભાગે પાંજરુ ગોઠવી દીપડો પકડવા કાર્યવાહી કરી હતી. પરંતુ શનિવારે પણ ફરી દીપડો દેખાયો હતો માટે બીજું પાંજરૂ મુકી વન વિભાગે પકડવા કોશીશ કરી હતી. આખરે દીપડો પાંજરામાં કેદ થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાને બારડોલી રેસક્યું સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

ગ્રામજનોને દીપડો પકડાઈ જતા હાશકારો અનુભવાયો હશે પરંતુ જ્યારે દીપડો પકડાયો ત્યારે લોકો દીપડા જોડે સેલ્ફી લેવા પહોંચી હતી. સેલ્ફી લેવા માટે ગામના લોકો એવા ગાંડા થઈ ગયા હતા કે દીપડાના પાંજરા ઉપર ચઢી ગયા હતા, જેના કારણે દીપડો પણ ડરી ગયો હતો અને ત્રાડ પાડવા લાગ્યો હતો. વન વિભાગની ટીમને ગામ લોકોને દૂર કરવા માટે પહેલા ગાડી ઈચ્છાપોર પોલીસ સ્ટેશન લઈ જવી પડી હતી.

Surat News Gujarati Today

Must Read