Surat News Gujarati સુરત : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Agnipath Scheme)ના વિરોધને પગલે કેટલાક સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ગુજરાતના સુરત સહિત દેશના વિવિધ સ્થળો પર તેની અસર વર્તાઈ રહી છે. આ યોજનાના વિરોધ પ્રદર્શનમાં સૌથી વધારે પ્રભાવીત રેલ્વેનો વ્યવહાર થયો છે. આજરોજ સુરતમાં 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હોવાના અહેવાલ છે.
બિહાર સહિતના રાજ્યોમાં ચાલતા અગ્નિપથ યોજનાના વિરોધ Agneepath Protest ને કારણે રેલ વ્યવહાર ખોરંભે ચડ્યો છે. ત્યારે સુરતમાં 6 ટ્રેન રદ્દ, 2 ટ્રેન ડાઈવર્ટ અને 8 ટ્રેનો પ્રભાવિત થઈ છે. ઉઘના-દાનાપુર (Udhana-Danapur) અને મુઝફ્ફરપુર-સુરત (muzaffarpur-Surat Train)ની ટ્રેન પણ પ્રભાવિત થઈ છે. જ્યારે બાંદ્રા-સહરસા સહિતની 6 ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં પશ્ચિમ રેલ્વે ખાસ્સું પ્રભાવિત થયું છે. જેમાં તારીખ 19 જૂનના રોજ અમદાવાદ-પટના એક્સપ્રેસ (Ahmedabad-Patna Express), અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ (Ahmedabad-Darbhanga Express)ને રદ્દ કરવામાં આવી હતી.
તા.20 જુનના રોજની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ, તા.22 જુનના રોજની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ તેમજ 21 જુનના રોજની પટના -અમદાવાદ એક્સપ્રેસ પણ રદ્દ કરાઈ છે. મહત્વનું છે કે ભારતીય સેનામાં ૪ વર્ષની ભરતી વાળી અગ્નિપથ યોજનાને લઇને બિહારમાં ચાલી રહેલા હિંસક આંદોલનને લઇને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદની પણ 5 ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે.