Surat News Gujarati સુરત : સુરતના કડોદરા ચાર રસ્તા નજીક આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકની બ્રાન્ચમાં ગઈકાલે ધોળા દિવસે લૂંટની ઘટના નોંધાઈ છે. ચાર વાગ્યા આસપાસ મોં પર માસ્ક બાંધી આસપાસ આવેલા લૂંટારો બેંકમાં ઘૂસી હથિયાર બતાવી બેંક લૂંટી ગયો હતો. કથિત રીત નકલી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ચાર કર્મચારીઓને બાનમાં લઈ રૂમમાં પૂરી દિધા હતા અને બાદમાં 6,83,967 રૂપિયા લૂંટી ભાગી ગયો હતો.
ખુલ્લે આમ જાહેર માર્ગ પર પગપાળા આવી લૂંટારો લૂંટને અંજામ આપી જતા પોલીસ પણ દોડતી થઈ હતી. ગત ઓક્ટોબર માસમાં પણ મોતા ગામ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ બેંક [Surat District Co-Operative Bank]ની શાખામ લૂંટાઈ હતી. જે ઘટનાનો ભેદ હજૂ સુધી અકબંધ છે ત્યારે કડોદરા બ્રાંચ [Kadodara Branch] લૂંટાતા પોલીસ સફાળી જાગી છે.
સુરતમાં ધોળા દિવસે Surat District Co-operative Bank બેંકની લૂંટ – Surat City News Gujarati

હાલ સુરત પોલીસ સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. ગઈકાલે સાંજે 4 વાગ્યાના સમયે બેંકમાં માસ્ક અને ટોપી સાથે ઘુસી એકલો લૂંટારો બેંકની રોકડ લૂંટી ફરાર થતા સ્થાનિક લોકો પણ સ્તબ્ધ છે.
લૂંટારાએ બેંકની અંદર એ.ટી.એમ. મશીન તરફ જવાનો ડોળ કરી બેંકની અંદરની સ્થિતી જાણી હતા. બાદમાં સીધા જ બેંકમાં ઘુસી જઈ મેનેજર ધવલ પટેલ અને અન્ય એક પુરૂષ કર્મચારી તેમજ બે મહિલા કર્મીઓની હાજરીમાં લૂંટ ચલાવી હતી. આરોપી શખ્સે થેલીમાંથી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ચલો નિકાલો પૈસા નિકાલો તેમ કહી કર્મચારીઓના ફોન ફેંકાવી દીધા હતા. બાદમાં તમામને ઘૂંટણીયે બસાડી બંધક બનાવી લીધા હતા. બાદમાં આરામથી કેશબારીમાં રહેલી રોકડ રકમ એક બેગમાં ભરી નાસી છૂટ્યો હતો.
આરોપી રૂપિયા પોણા સાત લાખ કરતા વધારેની લૂંટ ચલાવી બેંકના મુખ્ય દરવાજાને બંધ કરી નાસી છૂટ્યો હતો. ઘોળા દિવસે બેંકની લૂંટ થયાની માહિતી મળતા જ સુરત પોલીસના વિવિદ વિભાગના અધિકારીઓ પણ સ્થળે પહોંચી ગયા હતા.