Surat News Gujarati સુરત : મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. સોમવારના રોજ એમ.એલ.સી. (વિધાન પરિષદ)ચૂંટણીમાં ભાજપે શિવસેનાના નેતૃત્વવાળા એમ.વી.એ. ગઠબંધનને ફરી ઝાટકો આપ્યો છે. હાલ મળતા અહેવાલો મુજબ મંગળવારના રોજ શિવસેનાના 10-12 ધારાસભ્યો ગુજરાત (Shivsena MLA in Gujarat 2022) આવી પહોંચ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉદ્વવ ઠાકરેએ એક બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા કરી છે.
વિવિધ ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, શિવસેનાના 10 થી 12 ધારાસભ્યો દિગ્ગજ નેતા એકનાથશિંદે સાથે સુરતની હોટલમાં રોકાયા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ગતરોજ 20 જૂને ક્રોસ વોટિંગ થયું છે. ગતરોજ 10 બેઠકોની ચૂંટણીમાં સત્તાધારી પક્ષ મહા વિકાસ અઘાડી (MVA)માં ગાબડું પડે તેવી શક્યતા છે. ભાજપે એકલપંડે 5 બેઠક જીતી હતી. શિવસેના NCP બે-બે બેઠકો જીત હાસલ કરી છે. કોંગ્રેસ માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે વિધાન પરિષદની ચૂંટણીના પરિણામોને લઈ ચિંતિત છે. ત્યાં હવે તેમની સરકારના જ એક મંત્રીએ નવો બખેડો ખડો કર્યો છે. અહેવાલ મુજબ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે હાલ શિવેસનાથી સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે એવા પણ અહેવાલો મળે છે કે, 12 ધારાસભ્યો સાથે તેઓ ગુજરાતના સુરતમાં પહોંચ્યા છે.
એક તરફ શિવસેનાના 10-12 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં નથી. બીજી તરફ આજે ઉદ્ધવે વર્ષા બંગલો ખાતે શિવસેનાના ધારાસભ્યોની એક બેઠકનું આયોજન કર્યું છે. રાજકીય નિષ્ણાંતો માને છે કે આ સ્થિતીમાં જો ધારાસભ્યો બેઠકમાં ન પહોંચે તો મહાવિકાસ અઘાડીની સરકાર ગંભીર સમસ્યામાં મુકાય છે તેમ કહી શકાય. મંત્રી એકનાથ શિંગે સાથે તેમના સમર્થક ધારાસભ્યો ગત રાત્રીના સમયથી જ મુંબઈ છોડી ચૂક્યા છે, અને સુરતની એક હોટલમાં રોકાણ કર્યું છે તેવું અહેવાલો પરથી જાણવા મળે છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ સુરત પોલીસને રાત્રીના 2 વાગ્યે માહિતી મળી હતી કે, સુરતમાં શિવસેનાના ધારાસભ્યોનું આગમન થઈ રહ્યું છે માટે તેમને રક્ષણ પુરું પાડવાનું છે. સૂચના મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લા મેરેડિયન હોટેલને ઘેરી બંદોબસ્ત ગોઠવી દિધો હતો. નોંધનીય છે કે, સુરતમાં રહેલા ધારાસભ્યોને હજૂ સુધી કોઈ ભાજપ નેતા મળવા માટે ગયા તેવા અહેવાલ નથી.
જ્યારે અન્ય એક અહેવાલ પરથી માહિતી મળે છે કે, નીચે આપેલા 19 ધારાસભ્યો શિવસેનાના સંપર્કમાં નથી.
- એકનાથ શિંદે – કાોપરી
- અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
- શંભૂરાજ દેસાઇ – સતારા
- સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ
- ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
- ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
- નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
- અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
- વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ
- સંજય ગાયકવાડ – બુલઢાણા
- સંજય રામુલકર – મેહકર
- મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
- શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
- પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર
- સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
- જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
- તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
- સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
- રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ