Homeગુજરાતસુરતઓપરેશન ઘોસ્ટ ચલાવી સુરત ક્રાઈમ બ્રાન્ચ બિહારથી ઝડપી લાવી 6 વર્ષથી નાસતો...

ઓપરેશન ઘોસ્ટ ચલાવી સુરત ક્રાઈમ બ્રાન્ચ બિહારથી ઝડપી લાવી 6 વર્ષથી નાસતો આરોપી

-

Surat News Gujarati સુરત : સુરતમાં વર્ષોથી હત્યા જેવા ગુનામાં ફરાર આરોપી સુરત પોલીસને ચકમો આપી રહ્યો હતો. આરોપી પ્રવીણ રાઉત પર હત્યા, ખંડણી, ધાડ અને લૂંટ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા આરોપીને ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી. સૂચના મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચે ‘ઓપરેશન ઘોસ્ટ’ શરૂ કર્યું હતું. જેમા પોલીસને આરોપી પ્રવીણ રાઉતની બિહારથી ધરપકડ કરવામાં સફળતા મળી છે.

સુરતમાં છેલ્લા 6 વર્ષથી અલગ-અલગ ગુનાનો આરોપી નાસતો ફરતો હતો. આ આરોપીને પકડી પાડવા સુરત ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન ઘોસ્ટ લોન્ચ કર્યું હતું. જેમાં હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે પોલીસે વિગતો એકત્રીત કરી હતી. બાદમાં માહિતીના આધારે પોલીસ પ્રવિણ રાઉતને પકડવા તેના વતન બિહારના ગોરમા (ગોરવન) ગામ પહોંચી હતી. જ્યાં છુપાઈને આરોપી સુરતમાં ખંડણી અને ધમકી આપવાના ધંધા કરતો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમ બિહાર પોલીસ સાથે સંકલન કરી કાર્યવાહી કરી હતી. જેમાં છુપા વેશમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી પ્રવિણની હરકત પર એક સપ્તાહ સુધી વૉચ રાખી હતી. આરોપી માથાભારે શખ્સ હોય પોલીસે શંકા હતી કે, તેને કોઈ રીતે પોલીસ શોધી રહી છે તેવી ભાળ મળી શકે છે. માટે પોલીસે કોઈ ઉતાવળ ભર્યા પગલા નહીં લઈ સાવચેતી પૂર્વક કોઈ જાનહાની વગર જ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

એક સપ્તાહ સુધી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બારીકાઈથી આરોપીની હરકત પર નજર રાખી આઠમા દિવસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી જ્યારે તાડી પીવા માટે નિકળ્યો દરમિયાન પોલીસેન હાથ લાગી ગયો હતો.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...