Surat News : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પૂર્વે ભાજપ (BJP)ની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં એક સૂચક નિવેદન આપી સૌ કોઈને ચોંકાવી દીધા છે.
સુરતમાં એક મેડિકલ કેમ્પના આયોજનમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ (C R Patil) પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના વકતવ્યમાં ગુજરાતમાં કોરોના સમયે થયેલી કાર્યવાહી અને પ્રધાનમંત્રી મોદીએ કરેલા કામનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે આમ આદમી પાર્ટી AAP ને આડકતરી રીતે નીશાન બનાવતા કહ્યું હતું કે, સમગ્ર દેશમાં મફત રસી આપી પ્રધાનમંત્રીએ રેવડી નતી વેચી પણ લોકોના જીવ બચાવ્યા છે.
અર્બન નક્સલનો મુદ્દો પણ છેડ્યો
આ દરમિયાન સી.આર.પાટીલે અર્બન નક્સલનો મુદ્દો પણ છેડ્યો હતો જેમાં તેમણે કહ્યું કે, અર્બન નક્સલાઈઝને ઓળખવાની જરૂર છે. ગુજરાત વિરોધી લોકોને આમ આદમી પાર્ટીએ ટિકીટ આપી છે. જેમાં મેઘા પાટકરના આંદોલનનો ઉલ્લેખ કરતા નર્મદાના યોજના મોડી થવામાં તેઓ જવાબદાર છે તેમ જણાવ્યું હતું.
કોઈ દયા રાખવી નહીં
સાથે જ ભાજપની આગામી ચૂંટણીમાં જીત છે જ પરંતુ દરેક બેઠક 50 હજાર કરતા વધારે મતની સરસાઈથી જીતવાની છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ચૂંટણીને ઉપલક્ષમાં કહ્યું કે, યુધ્ધની તૈયારીઓ થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાય ગયા છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈ દયા રાખવી નહીં.
જૂઓ વિડીયો- ગોંડલમાં આખલાને લાકડી ફટકારવા ગયેલા પ્રૌઢ પર આંખલાનો હુમલો: રાજકોટ