Homeગુજરાતસુરતસુરતમાં ચોરી કરવા આવેલા યુવાનની દુકાનદારે કરી હત્યા

સુરતમાં ચોરી કરવા આવેલા યુવાનની દુકાનદારે કરી હત્યા

-

સરથાણા વિસ્તારમાં કિરાણાની દુકાનનો બનાવ, ચોરના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફુટયો ત્યારબાદ પોલીસે CCTV ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી.

અહેવાલ, ફૈઝલ – સુરત(Surat Local News):સુરતમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચોર જે દુકાનમાં ચોરી કરવા ગયો હતો ત્યાંથીજ મળી તેની લાશ. પહેલા અકસ્માત સમજી પોલીસ તપાસ કરી રહી હતી પણ, પી.એમ રીપોર્ટમાં મૃત્યુનું કારણ જાણી પોલીસે પણ અલગ દિશામાં તપાસ શરુ કરી.

સમગ્ર મળતા અહેવાલ મુજબ ચોરી કરવા આવનાર યુવાન ચોર ની હત્યા કરવામાં આવી હતી, અને ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની હતી અને મોતના મામલાને દુકાનદાર દ્વારા અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ચોર સરથાણા વિસ્તારમાં આવેલ કરીયાણાની દુકાનમાં ચોરી કરવા ગયો હતો અને પણ પકડાય જતા તેને મોતને ઘાટ દુકાનદાર દ્વારા જ ઉતારવામાં આવ્યો હતો, અને પોલીસને દુકાનદારએ કહ્યુંકે ચોર નીચે પટકાતા મુત્યુ પામ્યો તેવી સ્ટોરી ઘડી હતી.

આ સમગ્ર ઘટનાનો ભાંડો પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં સામે આવ્યો હતો, ત્યારબાદ પોસીસ દ્વારા CCTV કેમરા ચેક કરતા જાણવા મળેલું કે ચોર નીચે પટકાતા નહિ પણ લોખંડના પાઈપના ફટકા તેમજ લાકડાના ફટકા પણ મારવામાં આવ્યા હતા જેથી ચોર ગંભીર રીતે ઘાયલ થઈને મૃત્યુ પામ્યો હતો.

હાલમાં આ મામલો હત્યામાં ફરી ગયો છે, જેથી ચોરને મોતને ઘાટ ઉતારી નાખવાના ગુનામાં સરથાણા પોલીસે કરિયાણાની દુકાનનો દુકાનદાર તેમજ તેમની સાથે રહેલા અન્ય સાત વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....