37 C
Ahmedabad

હિંસક રાજકારણ/AAPના નેતા અને કાર્યકરો સુરત અને ધારીમાં હુમલો કરનાર શખ્સો ભાજપના ગુંડા AAP

Published:

Surat Gujarati News Today સુરત : તાજેતરમાં જ આમ આદમી પાર્ટી ભાજપના સુરત કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી તે મામલે મારામારી થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે સુરતમાં ફરી એક વખત ભાજપના કાર્યકરો પર આમ આદમી પાર્ટીના કાર્યકર અને નેતાને માર મારવાનો આરોપ લાગ્યો છે. આમ આદમી પાર્ટી AAPનો આક્ષેપ છે કે ભાજપના 25-30 ગુંડાઓએ વાલનનગર સીમાડા નાકા પાસે આમ આદમી પાર્ટી AAPના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વસાણી, આકાશ ઈટાલિયા સહિત 7 આગેવાનો આયોજનબધ્ધ રીતે હુમલો કર્યો છે.

સુરત શહેર Surat City ખાતે AAP પાર્ટીના કાર્યકરોને માર મારવાની ઘટના નોંધાઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો જન સંવાદ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન માર મારવાની હિંસક ઘટના બની હતી. AAPના રામ ધડુકનો આક્ષેપ છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારના ભાજપના BJP પ્રભારી દિનેશ દેસાઈ સહિત કલ્પેશ દેવાણી, વિક્રમ રબારી સહિત 25-30 પદાધિકારી/કાર્યકર્તાઓ સામેલ હતા.

ધડુકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તેઓ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગુંડાઓએ અમારો રસ્તો રોક્યો હતો. બાદમાં ત્યાં ભાજપના 25-30 ગુંડા આવી પહોંચ્યા અને પટ્ટા, લાઠી અને મુક્કાથી હુમલો કર્યો હતો. સાથે જ મારમારનાર ગુંડાઓએ ગાળો ભાંડી ધમકી આપી હતી કે જો તમે ચૂંટણી પ્રચાર કરવા નિકળશો તો તમને મારી નાખીશું,

પોલીસ પણ ગુંડાઓને સરકારના દબાણથી છાવરી રહી હોવાનો આક્ષેપ AAP દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં કરવામાં આવ્યો છે. તેમાં આમ આદમી પાર્ટી જણાવે છે કે, હુમલાખોરો દિનેશ દેસાઈ અને કલ્પેશ દેવાણી સહિતની ટોળી કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાની ઓફિસ પર આશરો લઈને બેઠા હતા. જે સ્પષ્ટ રીતે સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાય છે. પોલીસ પાસે ભાજપના ગુંડાઓની તમામ માહિતી હોવા છતાં પણ કાર્યવાહી કરતા ડરે છે.

AAPના નેતા અને કાર્યકરો સુરત અને ધારીમાં હુમલો કરનાર શખ્સો ભાજપના ગુંડા: AAP – Surat News

બીજી તરફ AAPના કાર્યકરો પર ધારી તાલુકામાં પણ હુમલો કરવામાં આવ્યાનો આક્ષેપ AAP દ્વારા કરવામાં આવ્યો છે. AAP દ્વારા પોલીસ કાર્યવાહીની માંગણી કરી આરોપીઓ પર કડકમાં કડક પગલા લેઈ જેલ હવાલે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

તાજેતરમાં જ આમ આદમી પાર્ટી ભાજપના સુરત કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી તે મામલે મારામારી થઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરો દ્વારા હુમલો કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે સુરતમાં ફરી એક વખત ભાજપના કાર્યકરો પર આમ આદમી પાર્ટીના કાર્યકર અને નેતાને માર મારવાનો આરોપ લાગ્યો છે. આમ આદમી પાર્ટી AAPનો આક્ષેપ છે કે ભાજપના 25-30 ગુંડાઓએ વાલનનગર સીમાડા નાકા પાસે AAPના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક, પ્રદેશ સહમંત્રી રાજેન્દ્ર વસાણી, આકાશ ઈટાલિયા સહિત 7 આગેવાનો આયોજનબધ્ધ રીતે હુમલો કર્યો છે.

આજરોજ સુરત શહેર ખાતે AAP પાર્ટીના કાર્યકરોને માર મારવાની ઘટના નોંધાઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો જન સંવાદ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. દરમિયાન માર મારવાની હિંસક ઘટના બની હતી. AAPના રામ ધડુકનો આક્ષેપ છે કે, કામરેજ વિધાનસભા વિસ્તારના ભાજપના પ્રભારી દિનેશ દેસાઈ સહિત કલ્પેશ દેવાણી, વિક્રમ રબારી સહિત 25-30 પદાધિકારી/કાર્યકર્તાઓ સામેલ હતા.

ધડુકે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તેઓ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગુંડાઓએ અમારો રસ્તો રોક્યો હતો. બાદમાં ત્યાં ભાજપના 25-30 ગુંડા આવી પહોંચ્યા અને પટ્ટા, લાઠી અને મુક્કાથી હુમલો કર્યો હતો. સાથે જ મારમારનાર ગુંડાઓએ ગાળો ભાંડી ધમકી આપી હતી કે જો તમે ચૂંટણી પ્રચાર કરવા નિકળશો તો તમને મારી નાખીશું,

પોલીસ પણ ગુંડાઓને સરકારના દબાણથી છાવરી રહી હોવાનો આક્ષેપ AAP દ્વારા જાહેર કરાયેલી પ્રેસનોટમાં કરવામાં આવ્યો છે. તેમાં આમ આદમી પાર્ટી જણાવે છે કે, હુમલાખોરો દિનેશ દેસાઈ અને કલ્પેશ દેવાણી સહિતની ટોળી કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવડિયાની ઓફિસ પર આશરો લઈને બેઠા હતા. જે સ્પષ્ટ રીતે સી.સી.ટી.વી. ફૂટેજમાં દેખાય છે. પોલીસ પાસે ભાજપના ગુંડાઓની તમામ માહિતી હોવા છતાં પણ કાર્યવાહી કરતા ડરે છે.

બીજી તરફ AAPના કાર્યકરો પર ધારી તાલુકામાં પણ હુમલો કરવામાં આવ્યાનો આક્ષેપ AAP દ્વારા કરવામાં આવ્યો છે. AAP દ્વારા પોલીસ કાર્યવાહીની માંગણી કરી આરોપીઓ પર કડકમાં કડક પગલા લેઈ જેલ હવાલે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Related articles

Recent articles