Homeગુજરાતસુરતયુવાન પુત્રને દારૂ છોડવવા પિતાએ એવું કર્યું કે પોતે જ બની ગયા...

યુવાન પુત્રને દારૂ છોડવવા પિતાએ એવું કર્યું કે પોતે જ બની ગયા આરોપી: સુરત

-

Latest Surat City News in Gujarati : દારૂનું દુષણ ગુજરાતમાં એ હદે વધ્યું છે કે નશાના રવાડે ચઢેલા લોકોને પાછા વાળવા મુશ્કેલ બની ગયા છે. પોતાના સગા દિકરાને દારૂની લત લાગી હોવાના કારણે પિતા તેને વ્યસન મુક્ત કરાવવા પ્રયાસ કરવા ગયા હતા. પરંતુ પિતાએ પુત્રને દારૂ છોડવવા જે રીત અપનાવી તેના કારણે પોલીસના મહેમાન બની જવું પડ્યું હતું. અચરજ પમાડે તેવો આ કિસ્સો સામે આવતા લોકો પણ વિવિધ ચર્ચાઓ કરતા થયા છે.

અમરેલીના લાઠી તાલુકાના પીપરીયા ગામના મુળ વતની અને હાલ સુરતમાં Surat રહેતો પુત્ર કથિત રીતે દારૂની લત લાગી હતા. દારૂની લતના કારણે  તેના પિતા પરેશાન હતા અને તેને નશામુક્તિ માટે વિચારતા હતા. તેમણે પુત્રને દારૂના વ્યસનથી છોડાવવા કથિત રીતે  દિકરાનું અપહરણ કરાવ્યું હતું.

સમગ્ર ઘટના એવી છે કે મુળ સૌરાષ્ટ્રના અમરેલીના પીપરીયા ગામમાં રહેતો યુવક દારૂની લતે ચઢ્યો હતો. વ્યસનના કારણે તે પિતાના ઘરે પણ જતો નહીં. જેથી તેના 70 વર્ષીય પિતાએ ગત મધ્યરાત્રીના સાડા બાર વાગ્યા આસપાસ જીયા ચેરીટેબલ ટ્રસ્ટના નશા મુક્તિ અભિયાન ચલાવતા લોકોને પુત્રને ત્યાં મોકલ્યા હતા. લોનનું કામ હોવાનું કહી આ લોકો યુવકને કથિત રીતે યુવકનું અપહરણ કરી તેમના ટ્રસ્ટની ઓફિસે લાવ્યા હતા.

Surat Gujarati news : યુવાન પુત્રને દારૂ છોડવવા પિતાએ એવું કર્યું કે પોતે જ બની ગયા આરોપી: સુરત

આ ઘટનાની જાણ અપહ્યત યુવકના કૌટુંબિક ભાઈએ અમરોલી પોલીસને કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા તેને મોબાઈલ ફોન બંધ હોવાનું જણાયું હતુ. આજરોજ સવારે યુવકના મોબાઈલ લોકેશનને આધારે પોલીસ તેના સુધી પહોંચી હતી.

આ મામલે પોલીસે યુવકના અપહરના આરોપ સબબ જતીનભાઈ નટરવરભાઈ પટેલ, મયુરભાઈ ગોરધનભાઈ ઘેલાણી, વિજયકુમાર મોહનલાલ પરમાર અને શબ્બીર હુસેનગુલામ અબ્બાસ મોમીનને ઝડપી પાડ્યા હતા. અમરોલી પોલીસે કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયાની ફરિયાદ લઈ ચારેય વિરુધ અપહરણનો ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. હાલ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પિતા અને બીજા ત્રણ લોકોને અમરોલી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અત્રે જોવાની વાત એ છે કે કેટલી હદે યુવકના દારૂના નશાના કારણે તેના પિતા પહેશાન થયા હશે  કે તેઓ આ હદ સુધી પહોંચી ગયા હતા. સામાન્ય રીતે નશાના કારણે થતા નુકશાનથી સૌ કોઈ વાકેફ હોવા છતાં તેઓ નશાની માયાજાળમાં ફસાતા હોય છે. જેના કારણે તેમને નશામુક્તિ કરાવવા કેટલીક સંસ્થાઓ કાર્યરત હોય છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...