Homeગુજરાતસુરતવિડીયો- સુરત ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન પાર પાડી આરોપી ઝડપી પાડ્યા

વિડીયો- સુરત ક્રાઈમ બ્રાન્ચે દિલધડક ઓપરેશન પાર પાડી આરોપી ઝડપી પાડ્યા

-

સુરત ન્યૂઝ : સુરત ક્રાઈમ બ્રાન્ચના એક દિલધડક લાઈવ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે. જેમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે પંકાયેલી ચીખલીગર ગેંગના સભ્યોને પકડવા માટે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું તે જોઈ શકાય છે. સુરતના બારડોલી પાસેથી ચીખલીગર ગેંગના 3 સભ્યોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

બારડોલીના દસ્તાન ફાટક પર નાકાબંધી કરી ચીખલીગર ગેંગના સભ્યોને ઝડપવા માટે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન (Surat Crime Branch Operation Video) ચલાવ્યું હતું. જેમાં પોલીસે અગાઉથી જ ચીખલીગર ગેંગના સાગ્રીતો સાથે ઘર્ષણ થાય તેવી વકીના પગલે જેસીબી જેવા ભારે વાહનો રસ્તા વચ્ચે મુકી દેવાયા હતા. પોલીસે આરોપીઓની કારને ઉભી રખાવતાની સાથે જ ઘર્ષણ શરૂ થયું હતું. આરોપીઓ કારમાં ભાગી જવાની ફિરાકમાં હોય પોલીસે દિલધડક ઓપરેશનનો પ્રારંભ કર્યો હતો. પોલીસે આરોપીઓની ઈકો કારને થોભાવવા કાચ પર લાઠીઓ ફટકારી હતી. છતાં પણ આરોપી દ્વારા કાર હંકારી ભાગવાના પ્રયાસો થતા હતા.

Surat Crime Branch Operation Video Viral

લાંબા સમયથી ચીખલીગર ગેંગ (Chikhaligar Gang)ના સાગ્રીતોનો તરખાટ સામે આવી રહ્યો હતો. ત્યારે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પરંતુ આ ગેંગને ઝડપવા માટે પોલીસે ફિલ્મી ઢબે જોખમી ઓપરેશન પાર પાડવું પડ્યું હતુ. પોલીસે ચાલાકી પૂર્વ કારને થોભાવવા માટે રસ્તા પર જેસીબી સહિતના વાહનોથી અવરોધ પેદા કર્યા હતા. છતાં પણ ઈકો કારમાં રહેલા આરોપી કાર ભગાવી રહ્યાં હતા. અને બુલડોઝર કાર સાથે અથડાયા હતા.

ક્રાઈમ બ્રાન્ચે અગાઉથી જ બાતમી મળી જતા બારડોલીના દસ્તાન ફાટકના રોડ પર તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો. પોલીસે અગાઉથી જ આરોપીને જાણ ન થાય તેમ રસ્તો બંધ કરવા વાહનો અને જેસીબી જેવા મશીનની વ્યવસ્થા રાખી હતી. આરોપીઓના આવતાની સાથે જ પોલીસે કાર થોભાવવા કહ્યું હતું. પરંતુ આરોપી ભાગવાની ફિરાકમાં હોય જેસીબી મશીન રસ્તા પર અવરોધ પેદા કરવા મુકી દેવામાં આવ્યા હતા. પોલીસે લાઠીઓ ફટકારી કારના કાચ તોડી નાખ્યા છતાં આરોપી રિવર્સ કાર ચલાવી ભાગી રહ્યાં હતા. ત્યાં પોલીસે પાછળથી પણ વાહન ગોઠવી દેતા આરોપી આગળ કાર હંકારવા લાગ્યા. પરંતુ ત્યાં પણ જેસીબી હોય તેની સાથે કાર અથડાવી હતી.

આમ સુરત ક્રાઈમ બ્રાન્ચે મહામહેનતે ઓપરેશન પાર પાડ્યું હતું, અને આરોપીઓને તાબે કરી ધરપકડ કરી છે. પોલીસના આ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ફિલ્મી દ્રશ્યો હોય તેવું જણાય છે પણ ખરેખર આ હકિકતમાં થયેલા ઓપેરશનના દ્રશ્યો છે.

હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમ બ્રાંચે લઇ જઇને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.  અંદાજિત 20થી વધુ ગુનાઓને તેઓ અંજામ આપી ચૂક્યાં છે. અગાઉ પણ પોલીસે આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ નિવડ્યાં હતા.

વધુ વાંચો- લોધીકામાં ડોકટર સહિતના સ્ટાફની અછત, આગેવાનોએ કરી આરોગ્ય વિભાગને રજૂઆત

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....