Surat City News : સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ગુના અને હત્યાના બનાવ (Murder Case) સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં યુવતીની જાહેરમાં (Girl Killed) અમાનવીય હત્યા કરવામાં આવતા શહેરીજનો રોષે ભરાયા છે.
હાલ સુરતીઓનો રોષ પોસ્ટર સ્વરૂપે બહાર આવતો હોય તેમ જણાય છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home minister Harsh Sanghavi) અને ભાજપ પ્રમુખ પાટીલના (C R Patil) વિરોધમાં સુત્રો લખેલા જોવા મળે છે. એક પોસ્ટરમાં લખેલુ છે કે ‘ભાઉના રાજમાં હોમટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’.
વધુ વાંચો – એવું શું થયુ કે ખેડૂતો ડુંગળીથી ક્રિકેટ મેચ રમી વિરોધ કરવા મજબૂર બન્યા ?
વધુ વાંચો – કાંડ પે કાંડ ? રાજકોટમાં વધુ એક કાંડના આરોપ પૂર્વ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા ?
સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા કરી નાખવામાં આવી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. આ વીડિયો સામે આવતા રાજ્યભરમાં સરકાર વિરોધમાં શુર ઉઠવા પામ્યો હતો. આ હત્યાની ઘટના બાદ સુરતમાં વરછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં હર્ષ સંઘવી વિરુદ્ધના પોસ્ટર્સ લાગ્યા હતા.

જાહેર સ્થળો પર લગાવેલા આ પોસ્ટરમાં, ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપેના સુત્રો જોવા મળ્યા હતા. મળતા અહેવાલો મુજબ ગઇકાલે રાત્રે આ પોસ્ટર્સ લગવાયા હતા. હાલ સુધી એ માહિતી નથી મળી શકી કે આ પોસ્ટર્સ કોણે લગાવ્યા હતા.
પરંતુ મહત્વની વાત એ છે કે, છેલ્લા એક મહિનામાં જ સુરત જાણે ક્રાઈમ સીટી તરફ જતુ હોય તેમ હત્યાના કિસ્સા સામે આવ્યા હતા. જેના કારણે લોકોમાં ચર્ચા જાગી છે કે ગુજરાતની હિરા નગરી સુરત હવે ક્રાઈમ નગરી બનવા તરફ ગતી કરી રહી છે.
Surat City News ગૃહમંત્રી રાજીનામું આપે સુરતમાં બેનર લાગ્યા

સુરતમાં છેલ્લા કેટલાક દિવસો થી ભયંકર હત્યાના ગુના નોંધાયા બાદ યુવતીની જાહેરમાં હત્યા થતા લોકો ભારે રોષે ભરાયેલા છે. જેના કારણે લોકો એ ગુજરાતનાં સત્તાપક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ અને ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.