Monday, May 16, 2022

સુરતમાં સોનુ શોધવા ગટરમાં ઉતરેલા યુવકોના ગુંગળામણથી કરૂણ મોત

આજના સમાચાર, Surat City News Gujarati : સુરતમાં સોનુ શોધવા માટે ગટરમાં ઉતરેલા બે યુવકોના મોત થતા અરેરાટી પ્રસરી ગઈ છે. સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીકની આ ઘટના છે. જેમાં મોડી રાત્રે બંને યુવકો ગટરમાં સોનું શોધવા માટે ઉતર્યા હતા. દરમિયાન ગટરમાં ઉતરેલા યુવકો બેહોશ થઈ ગયા હતા અને ફાયરબ્રિગેડને બોલાવવી પડી હતી. ફાયર વિભાગના જવાનોએ બંને યુવકોને બહાર કાઢી વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ બંને યુવકો એ દમ તોડી દિધો છે.

Surat City News Gujarati/સુરતમાં સોનું શોધવા ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ભાગલ વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર પાસે બે યુવકોના અકાળે મૃત્યુ થયા છે. આ વિસ્તારમાં સોના-ચાંદીના આભુષણો બનાવવાનું કામ મોટા પાયે થતું હોવાથી કિંમતી ધાતુંની રજ તેમજ જીણા હિરા જેવી વસ્તુઓ ગટરમાં વહી જતી હોય છે. આ પ્રકારના વિસ્તારોમાં લોકો રોજી રડવા માટે ગટરના કાદવને સાફ કરી સોનું શોધતા હોય છે. આજ રીતે મૃતક બંને યુવકો પણ ગટરમાં ઉતર્યા હતા. સોનું શોધવા ગટરની અંદર ઉતરેલા યુવકો ગટરની અંદરજ ગુંગળાઈ જતા બેહોશ બની ગયા હતા.

જેના કારણે યુવકોને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢવા પડ્યા હતા. નવસારી બજાર ફાયર વિભાગની ટીમે બહાર કાઢી યુવકોને મોડી રાત્રે ત્રણ વાગ્યા આસપાસ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. સ્મીમેર હોસ્પીટલ ખાતે ડોકટરો એ યુવકોને મૃત જાહેર કર્યા હતા.

Read More Gujarati news Here:

સુરતમાં સાડીનો વેપારી યુવતીને મળવા ફ્લેટ પર ગયો અને બન્યો હનીટ્રેપનો શિકાર

47 પોલીસ ઈન્સપેકટરની બદલી, PSI ની પણ બદલી ટૂંક સમયમાં થશે તેવી ચર્ચા

વાયરલ વિડીયો ન્યુઝ જૂઓ:

વીડિયો/ભીષણ ગરમીમાં 50 કલાકમાં 350 કિ.મી. દોડીને દિલ્હી પહોંચ્યો યુવાન જાણો શું છે માંગણી

ગટરમાં લાગેલી આગ બુઝાવવા જતા ફાયર વિભાગના વાહન ઝપટે ચડતા રહી ગયું

જુઓ વિડીયો: નવા બુલેટમાં થયો જોરદાર વિસ્ફોટ

- Advertisment -

Must Read

farmers protest leader ghulam mohammad jaula dies today

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી...

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતા...