Homeગુજરાતસુરતઓનલાઈન સટ્ટા મામલે સ્ટેટ મોનિટરિંગ સેલનો સુરતમાં સપાટો, ફરી એક વખત મોટા...

ઓનલાઈન સટ્ટા મામલે સ્ટેટ મોનિટરિંગ સેલનો સુરતમાં સપાટો, ફરી એક વખત મોટા નેટવર્કનો પર્દાફાશ

-

Tushar Basiya/Deval Jadav સુરત SURAT: ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ સુરતના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન સટ્ટાના નેટવર્ક પર ત્રાટકી હતી. સુરત Surat ના અડાજણ વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો Online Cricket Betting ચલાવતા આરોપી સહિત કુલ 51 લોકો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વની વાત છે કે સુરતમાં તાજેતરમાં જ આ બીજી મોટું સટ્ટાનું નેટવર્ક મોનિટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જેના કારણે સટ્ટોડિયાઓ સહિત સ્થાનિક પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગત તારીખ 12 એપ્રિલની સાંજે સુરતના અડાજણમાં આવેલા ગૌરવ પથ રોડ પર આવેલા ગોથીક હેરીટેજ એપાર્ટમેન્ટમાં 302 નંબરના ફ્લેટમાં માં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સટ્ટોડિયા પર ખાબકી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સ્થળ પરથી આરોપી આકાશ રમેશભાઈ ચાંદરાણીને ક્રિકેટ મેચ Cricket Match નો જુગાર રમાડતા ઝડપી પાડ્યો હતો. મહત્વની વાત છે કે, સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય Nirlipt Rai IPS ની નિમણૂક બાદ સતત દારૂ/જુગાર અને ઓનલાઈન સટ્ટોડીયાઓ પર ઘોંસ બોલી રહી છે. ત્યારે રાજ્યભરમાં સ્થાનિક પોલીસ પણ એલર્ટ રહી પોતાના વિસ્તારમાં આ પ્રવૃત્તિઓ બાબતે સજાગ બની છે.

ઓનલાઈન ક્રિકેટ સટ્ટા મામલે સ્ટેટ મોનિટરિંગ સેલનો સુરતમાં સપાટો મોટા નેટવર્કનો પર્દાફાશ

આ દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલને હાથ જેકપોટ લાગ્યો હતો તેમ કહી શકાય. કારણ કે મોટેભાગે ઓનલાઈન સટ્ટોડીયાના ગ્રાહકો સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. પરંતુ સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલને હાથ મુખ્ય સોફ્ટવેરનું માસ્ટર એકાઉન્ટ મળી આવ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીના મોબાઈલમાં CRICKET MAZZA 11 એપ્લિકેશન ચાલુ હતી જેમાં ક્રિકેટનો સ્કોર ચાલુ હતો. અને બાજુમાં પડેલા લેપટોપમાં ક્રિકેટ સટ્ટાની સ્ક્રિન ખુલી હતી. ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચેની મેચમા સટ્ટો ચાલુ હતો દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

આરોપી પાસેથી લેપટોપ સહિત મોબાઈલ ફોન ઝડપાયા હતા. જેમાં ગુગલ ક્રોમમાં RADHEEXCH.COM, T20DIMOND.COM, JOKAR333.COM, RUNEXCH.COM, PARKEREXCH.COM, 91EXCH.COM અને DOLLAREXCH.COM નામના આઈડી મળી આવ્યા હતા. ઉપરાંત પોલીસ ફરિયાદ મુજબ આ સટ્ટો રમાડવા માટે આઈડી રાજકોટના વિજય પારેખ પાસેથી આરોપી આકાશ ચાંદરાણી દ્વારા જણાવાયું હતું. પરંતુ આરોપીને ફેસબુક મારફતે જાણ મળી છે કે તે વિજય પારેખનું નિધન થયેલ છે. સાથે આરોપી આકાશ ચાંદરાણી એ કેફિયત આપી કે 54 પૈકીના 12 સટ્ટાના ગ્રાહકો પોતાના છે જ્યારે અન્ય 38 ગ્રાહકોની હાથ નીચેના ગ્રાહકો છે.

ઉપરાંત આરોપીની કેફિયત છે કે, તેઓ સટ્ટાના નાણાનો હિસાબ ગ્રાહક સાથે દર દર બીજા દિવસે કરતા હતા. જે નાણાની લેવડ-દેવડ હવાલા આંગડીયામાં હવાલા મારફતે કરવામાં આવતી હતી. જેમાં તેઓ વી.પી. આંગડીયા મહિધરપુરા અને પી.એમ.આંગડીયા પાલ અડાજણ ખાતેથી કરતા હતા.

સટ્ટા બેટીંગના કટીંગ મામલે પણ આરોપીએ પોલીસને કેફિયત આપી હતી કે, તે પોતે ઉપર સટ્ટાના સોદાનું કટીંગ કરાવતો હતો. આ કટીંગ લેનાર બુકી તરીકે કમલેશ પાટણ, શિવમભાઈ જુનાગઢ, રાધે અમદાવાદ અને અનિલભાઈ અમદાવાદના નામ બહાર આવ્યા છે. ઉપરોક્ત બુકીઓ સોદાના કટીંગ બદલ આરોપીને 2 ટકા લેખે કમિશન ચૂકવે છે. ઉપરાંત અન્ય ગ્રાહકો અને સબ બુકીઓના પણ આ ફરિયાદમાં ખુલવા પામ્યા છે.

ઝડપાયેલા આરોપી આકાશ ચાંદરાણીના લેપટોપમાં રહેલા LEDGER BOCK 2023 સોફ્ટવેરમાં પોલીસને સટ્ટાનો લાખોનો હિસાબ અને ગ્રાહકોના નામ મળી આવ્યા છે. પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Read More Gujarati News:

ગોવામાં મળેલા રાજુ પાસેથી રાજકોટના મહેશ આસોદરીયાએ મેળવી હતી આટલા રૂપિયાની ID: ઓનલાઈન સટ્ટા કેસ

ક્રિકેટ સટ્ટા બાદ ઓનલાઈન વરલી મટકા ઝડપાયા, DCP પાર્થરાજસિંહ એકશનમાં: રાજકોટ

RSS ના વડાએ કહ્યું બનશે અખંડ ભારત, જે રસ્તામાં આવશે તે જશે: હરિદ્વાર

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....