Homeગુજરાતસુરતસજ્જુના ભાઈ આરીફ કોઠારીની ગેરકાયદેસર જુગાર ક્લબ તોડી પાડતી સુરત પોલીસ, પોલીસ...

સજ્જુના ભાઈ આરીફ કોઠારીની ગેરકાયદેસર જુગાર ક્લબ તોડી પાડતી સુરત પોલીસ, પોલીસ પર કર્યો હતો હુમલો

-

Surat City News Gujarati : સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીની Sajju Kothari તાજેતરમાં જ પોલીસે ગુપ્ત રૂમમાંથી ધરપકડ કરી છે. ત્યારે પોલીસે તેના ભાઈ આરીફની જુગાર ક્લબને આજે નેસ્તો નાબૂદ કરી નાખી છે. ગત મંગળવારે કથિત રીતે આરોપી આરીફ કોઠારીને Arif Kothari પકડવા પોલીસે દરોડો કર્યો હતો, આરોપી ઝડપાઈ ગયો હતો પણ ટોળાએ હુમલો કરી આરોપીને છોડાવી લીધો હતો. જેમાં પોલીસને હાથ લાગેલો આરોપી આરીફ છટકી ગયો હતો. ત્યારે પોલીસે તેના ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ ચલાવવાની શરૂઆત કરી છે.

પોલીસે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીની ગેરકાયદેસર ચાલતી જુગાર ક્લબના અડ્ડાને તોડી Demolished પાડ્યો છે. ગત મંગળવારે આરીફ કોઠારી પોલીસને હાથ ઝડપાઈ ગયા બાદ પણ ટોળા સ્વરૂપે આવેલા તેના પંટરોએ તેને છોડી લીધો હતો. આ ટોળાએ પોલીસ પર હુમલો કરતા પોલીસે ધાર્યા કરતા પણ વધુ વિકટ સ્થિતી પેદા થઈ હોવાની માહિતી મળે છે.

Surat News Gujarati: સજ્જુના ભાઈ આરીફ કોઠારીની ગેરકાયદેસર જુગાર ક્લબ તોડી પાડતી સુરત પોલીસ

અગાઉ સુરતના સચીન ખાતે આવેલી લાજપોર જેલ બહારથી જ આરોપી સજ્જુ કોઠારી રાંદેર પોલીસના હાથમાંથી છટકી ગયો હતો. બાદમાં સચીન પોલીસ સ્ટેશને સજ્જુ અને તેના ભાઈ સહિતના ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. આરીફને શોધી રહેલી પોલીસને માહિતી મળતા જ રાંદેર પોલીસના પી.એસ.આઈ. હડિયા સહિતના 5 કર્મચારીઓ ઝડપવા સુભાષનગર ઝુપડપટ્ટીમાં પહોંચ્યા હતા.જ્યાંથી આરીફને ઝડપી પણ લેવાયો હતો પણ મહિલાઓ અને આરીફના પંટરો એ હોબાળો મચાવી તેને ભગાડી દિધો હતો.

આરીફને ભગાડી જનાર ટોળાએ પોલીસ પર હુમલો પણ કર્યો હોવાના અહેવાલ છે. જે મામલે પોલીસે 12 શખ્સોની ધરપકડ કરી હતી અને ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી. સાથે જ નાસી છુટેલા આરીફને ઝડપવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...