ચાની લારીમાં કરેલો પ્રયોગ પ્રેરણાદાયક છે: સુરત Surat City News Gujarati
કેટલાક નાના ફેરફારો પણ મોટા ધરખમ ફાયદા કે નુકશાન કરાવતા હોય છે. આવું જ કંઈક પ્રદુષણ (Pollution)ની બાબતમાં છે. કાર્બનઉત્સર્જન રોકી પર્યાવરણને થતી હાની અટકાવવા સરકાર પણ પ્રયાસો કરી રહી છે. આ સ્થીતીમાં લોકને પણ સહભાગી બનવું જરૂરી છે. ત્યારે સુરતના એક ચા વાળા કાકા ગુજરાતમાં ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે.
સુરત Surat ના ઉધના વિસ્તારમાં ચાની કિટલી ચલાવતા નટુકાકા ન્યૂઝની સ્ટોરી બનવા લાગ્યા છે. નટુકાકાની જય રામજી ટી સેન્ટર (Jay Ramji Tea Center) નામની ચાની લારીના કારણે તેઓ ચર્ચામાં છે તેવું નથી. પરંતુ તેમના સરાહનીય કાર્યને કારણે તેઓ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા 35 વર્ષથી ચાની લારી ચલાવતા નટુકાકાએ એક એવો નિર્ણય કર્યો જેનાથી તેઓ મહિને 1 હજાર રૂપિયાથી માંડી અઢી હાજર રૂપિયા સુધી બચત કરી લે છે.
હાલમાં કાર્બન ઉત્સર્જનના કારણે થતા નુકસાનને લઈ સરકાર અને પ્રજા બંને જાગૃત થયા છે. સરકાર મોટાપાયે ફેરફારો કરી સોલાર પેનલ થકી વિજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. આ કામમાં જાણે નટુકાકા જેવા નાની ચાની કિટલી ધારકો પણ સહયોગ કરતા હોય તેમ આ કિસ્સા પરથી જણાય છે.
નટુકાકાએ પોતાની ચાની લારીમાં એક સોલાર પેનલ (Solar Panel) લગાવી દીધી છે.આ સોલાર પેનલથી તેઓ વિજળી ખર્ચ બચાવી રહ્યાં છે. આખો દિવસ તડકો હોય ત્યારે તેઓને પાવર મળે છે. વધારાનો પાવર બેટરીમાં જમા થાય છે તે રાત્રીના સમયે ચાલી જાય છે. આમ તેઓએ માત્ર સોલાર પેનલ લગાવી કેટલીય પળોજળમાંથી મુક્તિ મેળવી તેમ કહી શકાય છે.
અહેવાલો પરથી માહિતી મળે છે તેઓ ગામડે ગયા ત્યારે ત્યાં સોલાર પેનલો જોઈ હતી. તેમાંથી તેમને વિચાર આવ્યો કે આપણી ચાની કિટલી પર પણ આ ચાલી શકે તેમ છે. આ પેનલ અમદાવાદથી મંગાવી તેમણે પોતાની લારીમાં લગાવી દીધી અને ગો ગ્રીન તરફ અજાણતા પગલું માંડવા સાથે પૈસાની પણ બચત કરવા લાગ્યા છે.
આમ નટુકાકાની જય રામજી ચાની કિટલી ગ્રો ગ્રીનનો પ્રચાર તો કરે છે સાથે જ નાના-નાના ફેરફાર કરી પર્યાવરણ અને પૈસાના રક્ષણની પણ શીખ આપી રહી છે.