Wednesday, May 18, 2022

સુરતમાં સાડીનો વેપારી યુવતીને મળવા ફ્લેટ પર ગયો અને બન્યો હનીટ્રેપનો શિકાર

Surat City News Gujaratiઆજના તાજા સમાચાર ગુજરાત : રાજ્યમાં થોડા સમયથી હનીટ્રેપના ગુનાની સંખ્યા વધતી જણાય છે. ત્યારે હવે સુરતમાં વધુ એક ફરિયાદ સામે આવી જેમાં હનીટ્રેપનો મામલો જોવા મળે છે. સુરતના સાડીના વેપારીને હનીટ્રેપ Honey Trap નો શિકાર બનાવી 5 લાખની માગણી કર્યાનું ફરિયાદ બાદ ખુલવા પામ્યું છે. જેમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી સહિત 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Surat city news Gujarati /સુરતમાં સાડીનો વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર

ગુનાની વિગત એવી છે કે, સુરતના એક વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવ્યો હતો, કોલ કરનાર યુવતીએ સાડીનો વેપાર કરવા બાબતે સાડી ખરીદી કરવાની વાત કરી હતી. બાદમાં સાડી ખરીદવા માટે યુવતીએ ઘોડદોડ રોડ પર આવેલા પુજા એપાર્ટમેન્ટમાં વેપારીને મળવા બોલાવ્યો હતો. ફરિયાદી વેપારી યુવતીને મળવા ગયો ત્યારે ફ્લેટ પર યુવતી એકલી હતી. મળવા ગયેલા વેપારીની પાસે આવી યુવતી બેસી ગઈ અને ત્યારે જ ખાખી વર્દીમાં જયેશ અને અન્ય લોકો આ ફ્લેટમાં ઘુસી ગયા હતા.

ઘસી આવેલા શખ્સો એ યુવતી સાથે શું કરે છે, તેમ કહી વેપારીને માર માર્યો હતો અને વેપારી પાસે મામલાની પતાવટ માટે રૂપિયા 5 લાખની માગણી કરી હતી. પરંતુ વેપારીએ પોતાની સાથે આટલી મોટી રકમ નથી તેમ જણાવી આજીજી કરી હતી. બાદમાં વેપારીએ રૂપિયા 10 હજાર આપી સ્થળ પરથી નિકળી ગયો હતો. વેપારીના કથન પ્રમાણે શરમના અને આબરૂ જવાના કારણે તેને પોલીસ ફરિયાદ કરી ન હતી. પણ સુરત પોલીસે ગુનાખોરીને કાબુમાં કરવા મુકેલા અભિપ્રાય બોક્સમાં બનાવ બાબતે પત્ર મુક્યો હતો. જેમાં તેને સમગ્ર ઘટના અને આપવિતી વર્ણવી હતી. આ પત્રમાં ફરિયાદી વેપારીનો નંબર પણ લખેલો હોય પોલીસે તે પત્રના આધારે તપાસ કરી હતી.

Today’s Latest Gujarati News :

પ્રેમસુખ ડેલુએ જામનગર SP નો ચાર્જ સંભાળ્યો, ભયથી ગુંડાઓ જાતે જ ગેરકાયદે બાંધકામો તોડી પાડતા

LRD પરીક્ષા પહેલા પાળ બાંધવા યુવરાજસિંહની ધરપકડ: પ્રવિણ રામ નો ગંભીર આક્ષેપ

રાજકારણના મોટા સમાચાર/ પ્રશાંત કિશોરની 500 લોકોની ટીમ ગુજરાત આવી ગઈ !

Viral Funny Video News Gujarati :

વીડિયો જુઓ એક મહિલા આકાશમાં પક્ષીની જેમ ઉડતી જોવા મળી

ગાંજા રવાડે ચડેલા પુત્રને માતાએ એવી સજા આપી કે Video જોઈને પણ આંખો બળવા લાગે

- Advertisment -

Must Read

isudan gadhvi aap bjp president c r patil hungry kids addoption hungar index high in gujarat politics

પાટીલ પોતે સ્વીકારે છે કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર કઈ કરી...

Gujarati News live અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ પણ ગરમ થતું જાય છે. કોંગ્રેસ ઘરકંકાશમાં વ્યસ્ત છે જ્યારે આમ આદમી પાર્ટી અને