સુરત : સુરતના છેલ્લા કેટલાક દિવસોના અહેવાલો પરથી શહેરનો ક્રાઈમ રેટ વધતો હોય તેમ જણાય છે. સુરતમાં ગુનેગારો બેખૌફ રીતે ગુનાને અંજામ આપી રહ્યાં હોય તેમ જણાય છે. સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 17 જૂલાઈની રાત્રીના સમયે 4 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી હતી. આ ગેંગવૉરના બનાવમાં એક વ્યક્તિનું મોત થયાની માહિતી મળી રહી છે. પોલીસના માનવા મુજબ બે ગેંગ વચ્ચેના ડખ્ખાને કારણે ફાયરિંગ થયું હતું.
લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા માર્કેટ પાસે આ ઘટના બની હતી. જેમાં સુરતની મીંડી ગેંગ પર બે હત્યાના આરોપી ફઈમ સુકરીએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં આરીફ મીંડીના જમાઈ હાજી પુનાવાલાનું મોત થયું હતું. આ કેસની તપાસ સુરતની લાલગેટ પોલીસ કરી રહી છે.
વધુ વાંચો- છે ને વિકાસ ! નગરપાલિકા પ્રમુખનો જ વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત: વેરાવળ
મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કુખ્યામ મીંડી ગેંગનો ત્રાસ વધી રહ્યો હતો. બીજી તરફ તેની સામાપક્ષની ગેંગ પણ ગુનાની દુનિયામાં પાછળ રહેવા નહતી માંગતી. માટે તેમણે મીંડી ગેંગના સભ્ય પર જ ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગમાં મીંડી ગેંગના આરીફ મીંડીના જમાઈ આજી પુનવાલાને ગોળી વાગી હતી, ત્યાર બાદ તેને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
Read More : Surat news Gujarati