Monday, May 16, 2022

નકલી ઈન્જેક્શનના આરોપીની ‘હરામની સંપત્તિ’ પર ED ની મોટી કાર્યવાહી: સુરત

Surat City News Gujarati, ગુજરાતના સમાચારઆજના સમાચાર; Crime News in Gujarati : કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા હતા. ત્યારે કેટલાક લેભાગુ તત્વોને આફતના સમયે અવસર મળ્યા જેવું થયું હતું. દર્દીઓના ઈલાજ માટે રેમડિસિવિર ઈન્જેક્શનની માગ કોરોનાની બીજી લહેરમાં ચરમસીમા પર પહોંચી ગઈ હતી. અને આ તકનો ફાયદો લેવા લેભાગુ તત્વો મેદાને આવ્યા હતા. જેમાં કેટલાક લેભાગુ તત્વો એ ઈન્જેકશનની કાળાબજારી તો કેટલાકે માણસાઈ નેવે મુકી હોય તેમ નકલી ઈન્જેક્શનનો પણ વેપલો કરી લીધો હતો. દરમિયાન કેટલાક આ તત્વો સુરતમાંથી મોટા પાયે નકલી રેમડિસિવિર ઈન્જેક્શનના જથ્થા સાથે પોલીસની ઝપટે ચડ્યા હતા. બાદમાં હવે તેમના પર ED એ પણ સકંજો કસતા કરોડોની બેનામી સંપતી પર લાલ આંખ કરી છે.

કોવિડની બીજી લહેર વખતે સમગ્ર વિશ્વ સહિત ભારતને પણ મદદની જરૂર હતી. લોકોને ‘હુંફ’ની જરૂર હતી ત્યારે લેભાગુ તત્વો ‘લૂંટ’ કરવા નિકળી પડ્યા હતા. જેમાં કેટલાકે દવાની કાળાબજારી કરી પોતાના હરામના ખિસ્સા ગરમ કર્યા હતા. તો કેટલાક કાળાબજારીથી પણ નહીં ધરાતા માણસાઈને પણ નેવે મુકી નકલી દવાઓ વેચવા નિકળી પડ્યા હતા.

જૂઓ વાયરલ વીડિયો– જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Surat ગુજરાતના સમાચાર: નકલી ઈન્જેક્શનના આરોપીની હરામની સંપત્તિ પર ED ની કાર્યવાહી

આવા લોકો વિરૂધ્ધ કાર્યવાહી થતા એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED) દ્વારા આજે બે ગુજરાતી વેપારીઓની સંપતિ ટાંચમાં લેવાઈ હતી. આ મામલે ઈ.ડી. એ જણાવ્યું હતું કે, ગુજરાતના બે બિઝનેસમેન [લોકોના જીવના ભોગે નકલી દવાના ઈન્જેક્શનના ઉદ્યોગના આરોપી] કૌશલ મહેન્દ્રભાઈ વોરા અને પુનિત ગુણવંતલાલ શાહની 1.04 કરોડની સંપતિ ટાંચમાં લેવાઈ છે. આ કાર્યવાહી એન્ટિ-મની લોન્ડરિંગના કાયદા હેઠળ કરવામાં આવી છે.

જૂઓ વિડીયો- મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

આ નકલી રેમડેસિવિર ઈન્જેકશનના કેસના બન્ને આરોપીઓ સુરત ખાતેના ફાર્મ હાઉસમાં નકલી રેમડિસિવિર ઈન્જેક્શન ઉત્પાદન તેમજ વેચાણ કર્યું હતું. ઉપરાંત તેમનો આ નકલી કારોબાર રાજ્ય બહાર મધ્ય પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં પણ વિસ્તાર્યો હતો. જે તે સમયે ઈન્જેક્શનની ભારે અછત હોવાથી લોકો એક ઈન્જેક્શન માટે લાખ રૂપિયા આપવા તૈયાર થતા હતા. ઉપરાંત હોસ્પિટલ્સની બહાર લાંબી લાઈન લાગતી હતી. લોકો નકલી ઈન્જેક્શન ખરીદે તો એ અસલી છે કે નહીં તે ચેક કરવું સામાન્ય નાગરિક માટે મુશ્કેલ હતું. બીજી બાજુ ડોક્ટર્સ પાસે સમયનો અભાવ હોવાથી નકલી રેમડિસિવિર ઈન્જેક્શન બજારમાં ઠાલવવામાં આવી રહ્યા હતા.

ઈ.ડી. ના નિવેદનમાં આ મામલે જણાવ્યું છે કે, આરોપીઓ એ નકલી રેમડિસિવિર ઈન્જેક્શનો વિવિધ વિક્રેતાઓને વેચ્યા હતા. તેમજ સીધા રિટેઈલર્સ, મેડિક સ્ટોર, દવા એજન્સીસ અને હોસ્પિટલ્સને પણ આ નકલી ઈન્જેક્શન વેચવામાં આવ્યા હતા. ઈ.ડી.એ મોરબી પોલીસ અને મધ્ય પ્રદેશના ઈન્દોર પોલીસે નોંધેલી બે F.I.R. નો ઉંડો અભ્યાસ કર્યો હતો. બાદમાં મામલાની તપાસ હાથ ઘરી હતી અને આ કેસમાં વેચાણ કરનારાના મૂળ સુધી પહોંચ્યા હતા. નકલી ઈન્જેક્શનમાં ગ્લુકોઝ અને મીઠાનું પાણી ભરી દેવામાં આવતું હતું. જેનો દેખાવ અસલી ઈન્જેક્શન જેવો જ રાખવામાં આવ્યો હતો.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...