HomeગુજરાતસુરતAAP ના કાર્યકર્તાઓ પર ગુનો દાખલ, ઈશુદાને ભાજપને કહી ગુંડાની પાર્ટી: સુરત

AAP ના કાર્યકર્તાઓ પર ગુનો દાખલ, ઈશુદાને ભાજપને કહી ગુંડાની પાર્ટી: સુરત

-

Surat City News Gujarat : આમ આદમી પાર્ટીના AAP ગોપાલ ઈટાલીયા સહિતના 16 કાર્યકરો પર ઉધના પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો દ્વારા આજરોજ ઉધના રોડ પર સ્થીત ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ થયુ હતું. અલબત્ત આપ AAP દ્વારા ટ્વિટર કરવામાં આવેલા વિડીયો જોતા આ ઘર્ષણ કરતા મારામારી જેવું વધારે દેખાય છે. પોલીસની હાજરીમાં રસ્તા પર મારામારીના કારણે મચેલા આતંકને કારણે રાજ્યના કાયદા વ્યવસ્થાની સ્થીતી અને રાજકીય હાલતની સ્થીતી ઉજાગર થઈ હોય તેમ જણાય છે.

સુરત મહાનગરપાલિકામાં ઘરણા કરી રહેલા AAPના નગરસેવકોને સભાગૃહમાંથી હાંકી કાઢ્યા બાદ થયેલા કથિત ઘર્ષણ અને પોલીસ દમન બાદ AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ આકરા પાણીએ આવ્યા હતા. આજરોજ AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા Gopal Italiya સહિત કાર્યકરો સુરત ભાજપના કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં બપોરના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને હુમલો કર્યો હતો તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો.

Surat News Gujarati: AAP ના કાર્યકર્તાઓ પર ગુનો દાખલ ઈશુદાને ભાજપને કહી ગુંડાની પાર્ટી: સુરત

ભાજપ કાર્યાલય બહાર પહોંચેલા ગોપાલ ઈટાલીયા અને AAPના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં ઉધના પોલીસે ગોપાલ ઈટાલીયા સહિત 16 AAPના કાર્યકરો અને નેતા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉધના પોલીસે તમામ વિરૂધ્ધ ગેરકાયદેસર મંડળી રચી, મંજૂરી વગર વિરોધ પ્રદર્શન કરવા સબબ તેમજ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ ગુનો નોંધ્યો છે. પોલીસે આઈપીસી કલમ 143, 145, 146, 147 તેમજ જીપીએ એક્ટ 135(3) હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને કાર્યકર્તાઓ પર ગુનો દાખલ થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતા ભાજપ સરકાર પર એક તરફી કાર્યવાહી કરી કિન્નાખોરી દાખવી ગુનો દાખલ કર્યાનો આક્ષેપ કરી રહ્યાં છે.

આમ આદમ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, ભાજપા ગુંડા, બેઇમાનો અને લફંગાઓ ની પાર્ટી છે. ભાજપાના ગુંડાઓ એ આપ ના કાર્યકર્તા ઉપર જીવલેણ હુમલો કર્યો. તેમજ ગુજરાતમાં એક મહિલા નગરસેવકના કપડાં ફાડવામાં આવે છે તો સાધારણ મહિલા કેમનું સુરક્ષિત મહેસૂસ કરશે ?

Must Read