Homeગુજરાતસુરતબગાસા ખાતા પતાસુ સોનાની બાતમીમાં 6 કરોડના હીરા પણ પકડાયા: સુરત

બગાસા ખાતા પતાસુ સોનાની બાતમીમાં 6 કરોડના હીરા પણ પકડાયા: સુરત

-

સુરત સમાચાર : ડાયમન્ડ સિટી તરીકે વિખ્યા સુરતમાં જ્યારથી એરપોર્ટને કસ્ટમ એરપોર્ટ (Surat Airport)નો દરજ્જો મળ્યો છે ત્યારથી કિંમતી સામાનની તસ્કરી પણ શરૂ થઈ છે. એવામાં આજરોજ તારીખ 29 જૂલાઈના રોજ DRIને હાથ બગાસુ ખાતા પતાસું લાગી ગયું હોય તેવી સ્થિતી જોવા મળી છે.

DRI (Directorate of Revenue Intelligence)ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક વ્યક્તિ શારજાહથી મોટી માત્રામાં સોનું લઈ આવવાનો છે. આ બાતમી મળતા DRIએ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. દરમિયાન એક માણસ DRIને હાથ લાગ્યો પણ માણસ પાસેથી સોનું નહીં રૂપિયા 6 કરોડની કિંમતના ગેરકાયદેસર હીરા મળ્યા હતા. સાથે જ એક વ્યકિત પાસેથી રૂપિયા 15 લાખનું સોનુ પકડાયુ હતું.

વધુ વાંચો- ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

પ્રાથમિક માહિતી મુજબ DRIને શારજાહથી આવતો એક મુસાફર નિર્ધારીત કરતા ખુબ મોટી માત્રામાં સોનાના દાગીના પહેરી આવી રહ્યો છે. જેના કારણે DRIની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને સોના સાથેના મુસાફરને શોધી રહી હતી. દરમિયાન અધિકારીને એક મુસાફર પર શંકા જતા તપાસ કરવા રોકવામાં આવ્યો હતો.

વધુ વાંચો- ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

અધિકારીએ શંકાસ્પદ જણાતા વ્યક્તિ પાસે રહેલી બેગમાં જોતા મીઠાની કોથળી મળી હતી જેમાંથી 300 કરેટ હીરા મળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ હિરાની કિંમત રૂપિયા 6 કરોડ ગણવામાં આવી રહી છે. આમ સોનાની શોધમાં લાગેલી DRIને હાથ 6 કરોડના હીરા અને 300 ગ્રામ સોના સાથે બે મુસાફરો પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.

Must Read