Homeગુજરાતસુરતચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા: સુરત

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા: સુરત

-

Surat City News સુરત : સુરતમાં 12 ફેબ્રુઆરી 2022 ના રોજ જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા હત્યાનો બનાવ બનતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. આજરોજ આરોપી યુવક ફેનીલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આરોપી ફેનીલએ ગ્રીષ્મા વેકરીયાની હત્યા કરીને પોતાના હાથની નસ કાપી અને ઝેર ગટગટાવી આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સારવાર માટે હોસ્પીટલ ખસેડાતા તેનો બચાવ થયો હતો. બાદમાં પોલીસ ફેનીલની ધરપકડ કરી ધોરણસરની પ્રક્રિયા હાથ ધરી હતી. મહત્વની વાત છે કે ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ ફાસ્ટ્રેક કોર્ટે કેસ ચલાવી આરોપી ફેનીલને દેહાંતદંડની સજા ફટકારી દાખલો બેસાડ્યો છે.

સુરતમાં ગ્રીષ્માની હત્યાના બનાવનો વીડિયો વાયરલ થતા લોકો ફિટકાર વરસાવી રહ્યાં હતા. રાજ્યવ્યાપી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. હત્યાના બનાવ બાદ પોલીસ આરોપી ફેનીલ વિરૂધ્ધ કાર્યવાહી કરી 2500 પાનાની ચાર્જશીટ માત્ર 7 દિવસમાં કોર્ટમા રજૂ કરી હતી. આ કેસમાં 100 કરતા વધારે સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્ય હતા. સરકારી પક્ષના વકીલે કહ્યું કેસ, “આરોપીએ જ્યારે ગ્રીષ્માની હત્યા કરી તે સમયનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે વિડીયો જ અમારો મુખ્ય પુરાવો સાબિત થયો હતો, વિડીયોના આધારે જ પીડિતાને ન્યાય મળ્યો છે.” અત્રે ઉલ્લેખનીય છે કે જે વિડીયો જોઈ લોકો કહેતા હતા કે ગ્રીષ્માની મદદ કરવા કોઈ ગયું નહીં તે જ વિડીયોએ છેલ્લે તેને ન્યાય અપાવ્યો છે.

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા: સુરત Surat City News

આ ઘટનાના કેસની ટ્રાયલ દરમિયાન સરકારી પક્ષના વકીલ દ્વાર દલીલી કરવામાં આવી હતી કે, ક્રિમિનલ માનસિકતા ધરાવે છે અને ઈરાદાપૂર્વક ગ્રીષ્માની હત્યા કરી હતી. ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરતા પહેલા આરોપીએ પોતાના બે મિત્રો સાથે વાત કરી ગ્રીષ્મના ઘરે જઈ કંઈક મોટું કરવાની વાત કરી હતી. બાદમાં સાંજના સમયે તેણે ગ્રીષ્માના ઘરે જઈ જાહેરમાં ગ્રીષ્માને રહેંસી નાખી હતી. આરોપીએ પીડિતાના કાકા અને ભાઈની પણ હત્યા કરવા પ્રયાસ કર્યો હતો.

આ કેસમાં કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આજે પુરાવા અને નિવેદનોને ધ્યાનમાં રાખીને ફાંસીની સજા આપવામાં આવી છે. ગ્રીષ્માની હત્યા ઉપરાંત તેના કાકા અને ભાઈની હત્યાના પ્રયાસના ગુનામાં પણ ફેનિલને કોર્ટે સજા આપી છે. ફેનિલને સજા મળ્યા બાદ ગ્રીષ્માના પિતાએ જણાવ્યુ હતું કે, “અમારી દીકરી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી દરેક માગણીઓ પૂર્ણ થઈ છે. અમને ન્યાયતંત્ર ઉપર ભરોશો છે. પોલીસને મદદ કરનારા તમામનો આભાર.”

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....