Surat City news in Gujarati, આજના તાજા સમાચાર ગુજરાત, સુરત Gujarat :સુરત મહાનગરપાલિકા SMC ગણપતિનું Ganesha Drawing ચિત્ર બનાવી વિવાદમાં સપડાઈ છે. હિન્દૂ સંગઠન આ મામલે વિરોધ નોંધાવતા સુરત મહાનગરપાલિકા વિવાદમાં ઘેરાય તેવી સંભાવના છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વોલ પેઈન્ટીંગ કરીને સુશોભન કરવાનો કોન્સેપ્ટ અમલમાં મુકાય ચે. પરંતુ આ સુશોભન કરવામાં વિવેક ભાન પણ ભૂલાયું હોય તેવી ઘટના સામે આવી છે. સુરતમાં કાપોદ્રાના રવાણી ફેક્ટ્રી સામે આવેલા ફ્લાય ઓવર બ્રીજ નીચે જાહેર શૌચાલયની દિવાલ પર વોલ પેઈન્ટીંગ કરાવમાં આવ્યું છે. પરંતુ આ પેઈન્ટીંગ હાલ ધાર્મિક લાગણી દુભાવી રહ્યાનું જણાય છે.
વધુ વાંચો- ‘સુમી’ માં ફસાયેલા તમામ 694 ભારતીયોને બહાર કઢાયા – રશિયા યુક્રેન સંઘર્ષ
વધુ વાંચો- UP Election Opinion Polls 2022 Exit Polls – વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ 2022
કાપોદ્રા રવાણી ફેક્ટ્રી સામેના ફ્લાય ઓવર બ્રીજ નીચે જાહેર શૌચાલય આવેલ છે. આ શૌચાલયની દિવાલ પર ગણપતિ, અને કવિ નર્મદનું ચિત્રાંકન કર્યાના અહેવાલ છે. જેના કારણે આજે હિન્દૂ સંગઠનો રોષે ભરાયા હતા.
આજના તાજા સમાચાર ગુજરાત : શૌચાલયની દિવાલે ગણેશ ભગવાનનું ચિત્ર હિન્દૂ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતના કાપોદ્રા તેમજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલીક સોસાયટીના ગેટ પર ‘વિધર્મીઓને મકાન ભાડે નહીં આપવામાં આવે ના બેનર લાગ્યા હતા’. આ મામલે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જાણવા જોગ ફરિયાદ નોંધી હિન્દૂ સંગઠનોના નિવેદન લેવાયા હતા.
ત્યારે હિન્દૂ સંગઠનો દ્વારા સુરત મહાનગરપાલિકા પાસે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કે જો આ સ્થળો પરથી હિન્દૂ દેવી દેવતાનું ચિત્ર મહાનગરપાલિકા તાત્કાલિક દૂર કરે. જો આવું ન થાય તો હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે.
સમગ્ર મામલે બજરંગ દળ, વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો કાપોદ્રા ચાર રસ્તા પર એકત્રિત થયા હતા. તેમને બોમ્બે કોલોની શૌચાલયની દિવાલ પર ગણપતિના દોરેલા ચિત્ર પર સફેદ રંગ લગાવી ચિત્ર ભૂંસવા પ્રયાસ કર્યો હતો. સાથે જ વિરોધ નોંધાવતા જણાવ્યું કે, હજૂ પણ કોઈ જગ્યા એ હિન્દૂ દેવી દેવતાના ચિત્રો દોરવામાં આવ્યા હોય તો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે. અન્યથા હિન્જૂ સંગઠનો દ્વારા વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.