Homeમનોરંજનકપલ બોક્સમાં બળાત્કારની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો ! આરોપીઓ આવુ કરતા હતા

કપલ બોક્સમાં બળાત્કારની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો ! આરોપીઓ આવુ કરતા હતા

-

Surat News : સુરતમાં કપલ કેફેના બોક્સમાં (Cafe Couple Box) બળાત્કાર (Rape Case) થયાની ઘટનાની ફરિયાદ પોલીસને મળી હતી. આ ઘટનામાં આજરોજ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ કથિત વીડિયો (Video) થકી સગીરાને બ્લકેમેઈલ (Black mail) કરી બળાત્કાર ગુજારતા હતા. આ સમગ્ર મામલે સરથાણા પોલીસ દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

સુરતના સરથાણા વિસ્તામાં આવેલા એક કેફના કપલ બોક્સમાં પીડીત સગીરા પર બળાત્કાર ગુજાર્યાની ઘટના બની હતી. આ ઘટનામાં તેણીને વીડિયો (Video) થકી બ્લેકમેઈલ (Blackmail) કરી અન્ય યુવકો દ્વારા પણ બળાત્કાર ગુજાર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Surat City news : Cafe Couple Box માં બળાત્કારની (Rape) ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

દુષ્કર્મ આચરવાની શરૂઆત

સુરતમાં શિંગણપુર વિસ્તારમાં રહેતી સગીરાને ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બની સચીન કુકડીયા નામના યુવકે મળવા બોલાવી હતી. મળવા આવેલી યુવતીને આરોપી સચીન સરથાણા ખાતે આવેલા એક કેફેમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે કપલ બોક્સમાં બળજબરી પુર્વક શારીરીક સબંધ બાંધ્યો હતો. આ સમયે યુવકનો અન્ય મિત્ર કિશન ડાભી પણ તેની સાથે હતો.

આ રીતે કરતા હતા બ્લેકમેઈલ

આરોપીઓ એ ગુપ્ત રીતે આ શારીરીક સબંધનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં યુવતીને આરોપી સચીનના મિત્ર વૈભવ બગથરીયા દ્વાર ફોન કરી વીડિયો સચીને મોકલ્યો હોવાનું કહી ફ્રેન્ડ બનવા ધમકી આપી હતી. સાથે જ જો પીડીત સગીરા તેવુ નહીં કરે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

એક પછી એક આરોપી આ રીતે કરતા બળાત્કાર

આ સમગ્ર મામલે પીડીત સગીરાના પિતા દ્વારા ત્રણેય આરોપી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા ત્રણેય આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. સાથે જ પોલીસે કાફેના સંચાલકની પણ ધરપકડ કર છે. પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે આરોપી વૈભવે તેના રીક્ષા ચાલક મયુરને સગીરાનો વીડિયો આપ્યો હતો. આ રીક્ષા ચાલક મયુરે પણ વીડિયોની ધમકી આપી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.

કુલ આટલા આરોપીની ધરપકડ

આ દુષ્કર્મનો સીલસીલો આટલેથી જ નહીં અટકતા આરોપી રીક્ષા ચાલકે આ વીડિયો તેના મિત્ર લાલા નામના શખ્સને આપ્યો અને તેને પણ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ દ્વાર આ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં આજરોજ શુક્રવારે બે આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ છ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Must Read