Surat News : ભ્રષ્ટાચારની એક ઘટના સામે આવી છે જેમાં પોલીસકર્મીના વિધવા પત્ની પાસેથી મળવા પાત્ર રકમ માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. સુરતમાં એક વિધવાને મળવા પાત્ર રૂપિયા 2 લાખ 60 હજારની રકમ ચૂકવવા માટે આરોપી પેટા હિસાબનીશે રૂપિયા 60 હજારની લાંચ માંગ હતી. એસીબીને ભ્રષ્ટ અધિકારીના કારમનામાની જાણ થતા આરોપી વિવેકભાઈ કેવડીયાને રંગે હાથ ઝડપી લીધો હતો.
સુરતમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીની વિધવાએ મળવા પાત્ર રકમ માટે અરજી કરી હતી. આ માટે તેણીએ જિલ્લા સેવા સદન 2 માં આવેલી પેન્સન ચૂકવણીની કચેરી ખાતે ગયા હતા. જ્યાં પેટા હિસાબનીશ આરોપી વિવેકબાઈ કેવડીયાએ રૂપિયા 60 હજારની લાંચ માગઈ હતી.
વધુ વાંચો- ગાંધીનગરમાં દિવસોથી આંદોલન કરતી LRD મહિલાઓ મુંડન કરાવે તે પહેલા અટકાયત
પોલીસ કર્મચારીના વિધવા પત્નીએ આ મામલે એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો)ને જાણ કરતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી. ગોહિલે અને વુમન પી.આઈ. એ.કે. ચૌહાણે કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીએ છટકું ગોઠવી આરોપી વિવેકભાઈને રૂપિયા 60 હજારની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
વધુ વાંચો- રોમિયોએ સિગારેટ ફેંકી સગીરાને ફ્રેન્ડશીપ માટે દબાણ કર્યું તો…