Homeમનોરંજનજાણો - પ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા પાસ કરનાર આ દીકરીની સફળતાની...

જાણો – પ્રથમ પ્રયાસમાં જ UPSCની પરીક્ષા પાસ કરનાર આ દીકરીની સફળતાની કહાની

-

પ્રથમ પ્રયાસમાં જ UPSCની અઘરી પરીક્ષા પાસ કરનાર છે આ દીકરી, જાણો તેની સફળતાની કહાની – Success story Meet Nisha Grewal who cracked UPSC

સંઘ લોક સેવા આયોગ દ્વારા આયોજિત દર વર્ષે લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષામાં ઘણાં ઉમેદવારોના સપના સાકાર થાય છે. દર વર્ષે અનેક ઈચ્છુક મહેનત બાદ સફળતા મેળવે છે. આની પાછળ તેમની મહેનત, સમર્પણ તેમજ પરિવારનો સહયોગ હોય છે. ભારતમાં જ્યારે પણ દીકરી કોઈ મોટા હોદ્દા પર આવે છે

ત્યારે તે આખા દેશ માટે સન્માનની વાત હોય છે. પુરૂષપ્રધાન દેશમાં હવે છોકરીઓની પ્રગતિના માર્ગો મોકળા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પરિવારની સાથે સમાજ પણ યુવતીઓને પ્રોત્સાહિત કરી રહ્યો છે.

Success story Meet Nisha Grewal who cracked UPSC
Success story Meet Nisha Grewal who cracked UPSC | image credit : vtvgujarati.com

યૂપીએસસી 2020નું પરિણામ જાહેર થયા પછી ઘણી છોકરીઓના સપના સાકાર થયા. તેમાંથી એક ટોપર નિશા ગ્રેવાલ છે. હરિયાણાના ભિવાની જિલ્લાના એક નાના ગામમાં રહેતી નિશા ગ્રેવાલે UPSC 2020ની પરીક્ષામાં 51મો રેન્ક મેળવ્યો છે. આવો જાણીએ પ્રથમ પ્રયાસમાં જ આ અઘરી પરીક્ષા પાસ કરનાર નિશા ગ્રેવાલની કહાની.

કોણ છે નિશા ગ્રેવાલ?

નિશા ગ્રેવાલે UPSC 2020ની પરીક્ષામાં 51મો રેન્ક મેળવ્યો છે. નિશાનો જન્મ હરિયાણાના ભિવાની જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. નિશાના પિતા વીજળી વિભાગમાં નોકરી કરે છે. જ્યારે તેની માતા ગૃહિણી છે.

Success story Meet Nisha Grewal who cracked UPSC
Success story Meet Nisha Grewal who cracked UPSC | image credit : indianmasterminds.com
નિશા ગ્રેવાલનું શિક્ષણ

IAS અધિકારી નિશા ગ્રેવાલના શિક્ષણ વિશે વાત કરીએ તો, 12માની પરીક્ષામાં સારા ગુણ સાથે પાસ કર્યા બાદ તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આગળનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે પોલિટિકલ સાયન્સમાં બીએ ઓનર્સની ડિગ્રી મેળવી છે. આ પછી નિશા ગ્રેવાલે વહીવટી સેવામાં જોડાવાની તૈયારી શરૂ કરી.

શિક્ષક દાદાએ ટેકો આપ્યો

નિશાનાની સફળતા પાછળ તેના દાદાની પણ મોટી ભૂમિકા છે. નિશાના દાદાનું નામ રામફલ ગ્રેવાલ છે અને તેઓ વ્યવસાયે શિક્ષક છે. તેમના દાદાએ નિશાને તેની યુપીએસસી પરીક્ષાની તૈયારીમાં ઘણો સાથ આપ્યો. તે નિશાને તેના અભ્યાસમાં મદદ કરતા હતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Success story Meet Nisha Grewal who cracked UPSC | image credit : zeenews.india.com
નિશાએ આ રીતે યુપીએસસીની તૈયારી કરી

એક અહેવાલ અનુસાર, નિશાએ UPSC પરીક્ષા માટે NCERT પુસ્તકોની મદદ લીધી અને તેનાથી પોતાના અભ્યાસનો પાયો મજબૂત કર્યો. આટલું જ નહીં નિશાએ અભ્યાસ માટે ઈન્ટરનેટની મદદ પણ લીધી હતી. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રી પણ એકત્ર કરીને સુધારો કરતી હતી. નિશા દરરોજ લગભગ 8 થી 9 કલાક અભ્યાસ કરતી હતી.

પ્રથમ પ્રયાસમાં IASની પરીક્ષા પાસ કરીSuccess story Meet Nisha Grewal who cracked UPSC

નિશા ગ્રેવાલની સફળતા એટલા માટે પણ ખાસ છે કારણ કે તે માત્ર 23 વર્ષની છે અને તેના પહેલા જ પ્રયાસમાં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા પાસ તો કરી જ છે સાથે જ 51મો રેન્ક પણ મેળવ્યો.

Success story Meet Nisha Grewal who cracked UPSC
Success story Meet Nisha Grewal who cracked UPSC | image credit : hindi.news18.com

ગુજરાતીમાં જાણવા જેવું – પાકિસ્તાન થાક્યું ! ઈમરાન ખાને સ્પષ્ટ રીતે કહી દિધું આવું

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....