Homeજાણવા જેવુંમજૂરી કરતા પિતાના દીકરાએ NEETની પરીક્ષા પાસ કરીને બનયો ગામનો પ્રથમ ડોક્ટર

મજૂરી કરતા પિતાના દીકરાએ NEETની પરીક્ષા પાસ કરીને બનયો ગામનો પ્રથમ ડોક્ટર

-

મજૂરી કામ કરતા પિતાના દીકરાએ NEETની અઘરી પરીક્ષા પાસ કરીને બનવા જઈ રહ્યો ગામનો પ્રથમ ડોક્ટર – Success story a son of daily wage worker of barmer janva jevu

જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો સપના સાચા હોય તો તે ચોક્કસ સાકાર થાય છે. તે ઘણી વખત સાબિત થયું છે કે કોઈપણ વ્યક્તિના સપના સાચા થઈ શકે છે, તે માટે જરૂર હોય છે ફક્ત થોડી મહેનત અને ધીરજની. એક મજૂરી કામ કરતા પિતાના પુત્રએ ફરી એકવાર આ સાબિત કર્યું છે.

Success story a son of daily wage worker of barmer janva jevu
Success story a son of daily wage worker of barmer janva jevu | image credit : myexam.allen.ac.in

મજૂરનો દીકરો ગામનો પહેલો ડોક્ટર બનશે – Success story a son of daily wage worker of barmer janva jevu

રોજ મજૂરી કરીને પરિવારનું પેટ ભરતા પિતાનો દીકરો દુધારામે  (National Eligibility cum Entrance Test, NEET)ની પરીક્ષા પાસ કરી છે અને તે ગામમાં પ્રથમ ડોક્ટર બનવા જઈ રહ્યો છે.  રાજસ્થાનના બાડમેર જિલ્લાના સિંધરી તાલુકાના કામથાઈ ગામના દૂધારામે NEET UG 2021ની પરીક્ષામાં 720 માંથી 626 ગુણ મેળવ્યા હતાં.

Success story a son of daily wage worker of barmer janva jevu
Success story a son of daily wage worker of barmer janva jevu | image credit : etvbharat.com

આર્થિક તંગી હતી મોટી સમસ્યા

દુધારામના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. પરંતુ તેણે પોતાની ધીરજ ક્યારેય ન છોડી અને સખત મહેનત ચાલુ રાખી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, દુધારામ ચાર વખત NEET પરીક્ષામાં હાજર રહ્યો હતો અને આ વખતે તેણે 9375 રેન્ક મેળવ્યો હતો. દુધારામે જાતે અભ્યાસ કર્યા બાદ 2018માં પ્રથમ વખત પરીક્ષા આપી હતી, જ્યારે તેને 440 ગુણ મળ્યા હતા. તેણે 2019માં 558 અને 2020માં 593 ગુણ મેળવ્યા પણ તેને સરકારી કોલેજમાં પ્રવેશ ન હતો મળ્યો પરંતુ આ વર્ષે એટલે 2021માં 720માંથી 626 ગુણ મેળવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, દુધારામે  BAMS સાથે કોટાની એક ખાનગી કોચિંગ સંસ્થામાંથી તૈયારી ચાલુ રાખી હતી.

Success story a son of daily wage worker of barmer janva jevu
Success story a son of daily wage worker of barmer janva jevu | image credit : twitter.com

પિતા અને ભાઈ બાંધકામ મજૂરી કરે છે

દુધારામના ઘરે માતા-પિતા સહિત કુલ 5 સભ્યો છે. પરિવાર પાસે 10-12 વીઘા જમીન છે, પરંતુ દુષ્કાળના કારણે વર્ષમાં માત્ર એક જ વાર ખેતી કરી શકાય છે, જેના કારણે પરિવારનું પોતાનું ભરણપોષણ થાય છે. દુધારામના પિતા પૂરારામ અને નાનો ભાઈ મજૂરી કરે છે. તેમની માતા લેહરો દેવી પણ મનરેગામાં મજૂર તરીકે કામ કરે છે. દૂધારામના માતા-પિતા અભણ છે.

Success story a son of daily wage worker of barmer janva jevu
Success story a son of daily wage worker of barmer janva jevu | image credit : twitter.com

શિક્ષકએ કર્યો પ્રેરિત

દુધારામે સરકારી શાળામાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે ગામની સરકારી શાળામાંથી 10મું પાસ કર્યું. શાળાના શિક્ષક રાજેન્દ્રસિંહ સિંઘડે તેમને ડોક્ટર બનવાની પ્રેરણા આપી. દુધારામને 12માં 82 ટકા આવ્યા છે. હવે દુધારામ પોતાના પરિવાર સાથે તેમના ગામનો પહેલો ડોક્ટર બનશે.

વધુ વાંચો – 34,000 બાળકોની મફત સર્જરી કરીને ચહેરા પર સ્મિત ફેલાવી ચૂક્યા છે આ ડોક્ટર

Must Read