Homeગુજરાતખેડૂતો માટે સારા સમાચાર, આટલા સાધનોની સબસીડીમાં થશે મોટો વધારો

ખેડૂતો માટે સારા સમાચાર, આટલા સાધનોની સબસીડીમાં થશે મોટો વધારો

-

Subsidy For Gujarat Farmers: સાધનોની સબસીડીમાં વધારો Agriculture scheme : રાજ્યમાં ખેડૂતોના દિલ જીતવા કૃષી મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) ખેડૂત લક્ષી યોજનાની (Scheme For Farmers) જાહેરાતો કરી રહ્યાં છે. તાજેતરમાં ખેડૂતોને સ્માર્ટ મોબાઈલ પર સબસીડીની જાહેરાત કૃષી મંત્રી (Agriculture Minister) દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હવે ખેડૂતો માટે ટ્રેક્ટરની સબસીડી (Tractor Subsidy), પ્રચલીત સનેડાને માન્યતા, તેમજ ખાતરના સ્ટોક બાબતે તેમને એક મીડિયાને નિવેદન આપ્યું છે.

કૃષી મંત્રીનું મોટું નિવેદન

રાજ્યના કૃષી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર 10 ટકા સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ એક મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, ખેડૂતોને ટ્રેક્ટરની સબસીડીમાં વધારો તેમજ સૌરાષ્ટ્રના સનેડાને RTO ની માન્યતા માટે કાર્યવાહી ચાલુ છે. ઉપરાંત તેમણે યુરિયા ખાતરના સ્ટૉક બાબતે પણ મહત્વનું નિવેદન આપ્યું હોવાનો અહેવાલ છે.

ટ્રેક્ટરની સબસીડી વધી થશે આટલી

ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ પર પ્રસિધ્ધ અહેવાલ મુજબ રાઘવજી પટેલે વાતચીતમાં જણાવ્યું હતુ કે, ખેડૂતોને હાલ સુધી 30 થી 40 હૉર્સપાવરના ટ્રેક્ટર માટે 45 હજાર સબસીડી ચૂકવાય છે, જેને વધારી 60 હજાર કરવા તેમજ 40 હૉર્સપાવરના ટ્રેક્ટર પર 60 હજાર સબસીડી છે તેને વધારી 75 હજાર કરવામાં આવશે. અહેવાલમાં જણાવ્યા મુજબ સબસીડીમાં વધારીની આ યોજના કૃષિ વિભાગે નાણા વિભાગને મોકલી છે, જેની મંજૂરી મળ્યા બાદ યોજનાનો તાત્કાલીક અમલ થશે.

‘સનેડા’ માટે પણ થશે આ નિર્ણય

સાથે જ સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પ્રચલિત થયેલા સનેડા પણ હવે માન્યતા પામશે. આ બાબતે કૃષી મંત્રીએ જણાવ્યુ છે કે, સનેડો સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું લોકપ્રિય વાહન છે. તે વાહનને ખેડૂતો ઉપયોગ કરે ખરીદે તેમજ માન્યતા મળે એ માટે સરકારે વિચારણા કરી છે. જે બાબતે કૃષી વિભાગ નવી દરખાસ્ત રજૂ કરશે. ઉપરાંત સનેડાની ખરીદી પર ખેડૂતોને 25 હજાર રૂપિયાની સબસીડી અપાશે. ઉલ્લેખનીય છે કે સનેડા નામનું આ વાહન ખેડૂતો માટે મીની ટ્રેક્ટરની ગરજ સારે છે અને વળી ટ્રેક્ટર કરતા ઘણું સસ્તું પણ છે. માટે જો સનેડાને માન્યતા મળે ને આર.ટી.ઓ.માં રજીસ્ટ્રેશન થવા લાગે તો ખેડૂતોને લાભ થઈ શકે છે.

Sanedo mini tractor is famous from saurashtra farmers in Gujarat. its use full and cheaper than tractor
સૌરાષટ્રના Farmers નો લોકપ્રિય સનેડો (Sanedo) જે મીની ટ્રેક્ટર જેવું કામ આપે છે. પ્રતિકાત્મક તસવીર

તેમજ અહેવાલ મુજબ યુરિયાના સ્ટોક બાબતે પણ રાઘવજી પટેલે ખેડૂતોને નિશ્ચિંત રહેવા જણાવ્યુ છે. તેમણે કહ્યું છે કે, રવી પાક માટે 2.75 લાખ મેટ્રીક ટન ખાતરની માંગણી હતી, જેની સામે ગુજરાતને 3 લાખ ટન જથ્થો મળ્યો છે. તેમજ હજુ પણ ગુજરાતમાં 39 હજાર 478 ટન યુરિયા ખાતરનો જથ્થો પડેલો છે. માટે તંગીની બાબત તદ્દન પાયા વિહોણી વાત છે.

કેન્દ્ર પણ આપે છે આટલી સબસીડી

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ખેડૂતોન નવા ટ્રેક્ટરની ખરીદીમાં સહાય કરવા માટે કેન્દ્ર સરકાર પણ 50 ટકાની સબસીડી યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ ખેડૂતો pmkisan.gov.in અને pmkisan.nic.in હેઠળ અરજી કરીને મેળવી શકશે. 

Must Read