Homeગુજરાતખેડૂતોને સબસીડીમાં એમપેનલ ભ્રષ્ટાચારનો ભોરીંગ: કોંગ્રેસ નેતા મનહર પટેલ

ખેડૂતોને સબસીડીમાં એમપેનલ ભ્રષ્ટાચારનો ભોરીંગ: કોંગ્રેસ નેતા મનહર પટેલ

-

Subsidy for farmers in Gujarat: ગઈકાલે એક મીડિયાને કૃષી મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) )દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસીડીમાં ( Tractor Subsidy) વધારો કરવાની વાત કરાઈ હતી. તો બીજી તરફ આજે કોંગ્રેસ નેતા મનહર પટેલ (Congress Leader Manhar Patel) દ્વારા સબસીડીની યોજનામાં ખેડૂતો (Farmers) )કરતા વધારે ફાયદો વેપારીઓને થાય છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. જેમાં એમપેનલ રજીસ્ટ્રેશન (MPanel Registration) પધ્ધતીને પણ વિવાદીત ગણાવાય છે.

કોંગ્રેસ ઉઠાવ્યા સવાલ

રાજ્યમાં ખેડૂતોને ખેત ઓજારો તેમજ ટ્રેક્ટર જેવા સાધનો માટે સરકાર સહાયરૂપ થવા સબસીડી આપી રહી છે. હાલમાં 40 હૉર્સપાવરના ટ્રેક્ટરની ખરીદી પર રૂપિયા 45000 સબસીડી મળવા પાત્ર છે જે સબસીડીમાં વધારો કરવાની વાત ગઈકાલે કૃષી મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસે સવાલ ઉઠાવતા એમપેનલ રજીસ્ટરની પ્રથા બંધ કરવા માગણી કરી છે. કોંગ્રેસ નેતા મનહર પટેલનું નિવેદન છે કે, આ પ્રથાના કારણે ખેડૂતોને નહીં પણ વેપારીઓને ફાયદો થાય છે.

ખેડૂૂતોની કોઈ સલાહ સૂચનને નથી અવકાશ

સમગ્ર ઘટના બાબતે તેમણે જણાવ્યું છે કે, હાલના નિયમ મુજબ કૃષિ વિભાગના રાજય સરકારના નિયમ મુજબ સબસીડી પાત્ર કોઇપણ વસ્તુ કે સાધનો ઉત્પાદન કરતી કંપની તેના ઉત્પાદન સાથે તેનુ એમપેનલમા રજીસ્ટ્રેશન થાય છે તેમા તેના ભાવ/શરતો/ગુણવતા વગેરે રાજય સરકારના ખેતી નિયામક કચેરી, કૃષિ વિભાગ કરે છે અને તેમા ખેડૂતોની કોઇ સલાહ સુચનને અવકાશ પણ નથી.

શું આપ્યુ ઉદાહરણ ?

આ બાબતને ઉદાહરણ સાથે સમજાવતા તેમણે જણાવ્યું છે કે, રાજય સરકાર તરફથી ખેડુત માટે 40 હૉર્સપાવરના 4,50,000 રૂપિયાની કિંમતના ટ્રેકટર પર રૂપિયા 45000 સબસીડી મળવાપાત્ર છે, પરંતુ ખેડુતને રૂપિયા 45000 ની સબસીડી મેળવવી હોય તો રાજય સરકારે નક્કી કરેલા ભાવે જ વેપારી પાસેથી ખરીદ કરવી પડે છે.

આ સાથે જ તેમણે દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, ખેડૂત જ્યારે ખુલ્લા બજારમાં ટ્રેક્ટરની ખરીદી કરવા જાય છે ત્યારે આમ પણ 4 લાખ રૂપિયાનું નહીં પડતું હોય તો એમપેનલના કારણે સરકારી સહાયના નાણા ખેડૂતો બદલે વેપારીના ગજવામાં જાય છે.

શું કરી છે સરાકાર અપિલ ?

માટે તેમને સરકાર અને કૃષી મંત્રીને અપિલ કરી છે કે ખેડૂતોને ખેત ઓજાર, પિયતના સાધનો કે ટ્રેક્ટરોની ખરીદી ખેડૂતો ખુલ્લા બજારમાંથી ભાવતાલ નક્કી કરતી શકે તેમજ સરકારી ધોરણો મુજબની પ્રક્રિયા કરી સરકાર પાસેથી સબસીડી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

જો ખેડૂતોને આ પ્રકાર ખરીદીની અને ગુણવત્તા ચકાસણી કરવાનો તેમજ ભાવતાલ કરવાનો અધિકાર મલે તે એમપેનલનો ભ્રષ્ટાચારનો ભોરીંગ અટકી શકે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...