Homeગુજરાતશું ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું કે શું !

શું ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું કે શું !

-

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ઓક્ટોબર માસમાં લેવાયેલી સબઓડીટર પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા: પાર્થિવરાજસિંહ કઠવાડિયા

  • સમગ્ર કૌભાંડમાં ભાજપ શાસિત રાણપુર તાલુકા પંચાયતના હાલના પ્રમુખની સંડોવણીનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતા કઠવાડિયા
  • સમગ્ર કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને કડક સજા થાય તેવી અમારી માંગણી

સરકારી નોકરી માટે યુવાનો મહિનાઓ સુધી મહેનત કરી તૈયારી કરતા હોય છે. પરંતુ જ્યારે પેપર ફૂટે કે પરીક્ષામાં ગેરરીતિ થાય ત્યારે લાખો યુવાનોની આશા પર પાણી ફરી વળતું હોય છે. તાજેતરમાં હેડક્લાર્કની ભરતીમાં જ પેપર લીકકાંડ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળે છે.

ત્યારે કોંગ્રેસના નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા દ્વારા ઓક્ટોબર માસમાં લેવાયેલી સબઓડીટર પરીક્ષાનું પેપર ફૂટ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

કઠવાડિયાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ તા. 10મી ઓક્ટોબર 2021ના રોજ લેવાયેલ સબઓડીટર અને સબએકાઉન્ટ વર્ગ-3ની પરિક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

સાથે તેમણે સરકાર પર આરોપ લગાવ્યો છે કે સમગ્ર ગેરરીતિની પ્રક્રિયા તે હાલમાં બનેલ હેડકલાર્ક પરીક્ષા પેપર પ્રક્રિયા પ્રમાણે જ છે. તેમજ આ બાબતે સ્થાનિક ઉમેદવારો દ્વારા પોલીસ ફરિયાદ ઓન કરવામાં આવી હતી તે બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, આરોપી વિનોદભાઈ રમેશભાઈ સોલંકી, રહે. કુંડલી, તા. રાણપુર, જી. બોટાદ જે ફરાર છે.

અને તેઓ પોતે ભાજપ શાસિત રાણપુર તાલુકા પંચાયતના હાલના પ્રમુખ છે. તેમજ આરોપીના ફોટા પણ ભાજપના મોટા નેતાઓ સાથે હોવાનું તેમણે અખબારી યાદીમાં જણાવ્યું છે.

કઠવાડિયા એ વધુમાં આક્ષેપ કર્યા છે કે તા.9મી ઓક્ટોબર 2021ના રોજ 20 થી વધુ પરિક્ષાર્થીઓને ધોળકાની એક સુરભી સોસાયટી, નડીયાદના એક સનદી અધિકારીના બંગલામાં ભેગા કરવામાં આવ્યા હતા. પરંતુ આ મામલે તા. 12-10-2021ના રોજ માત્ર છેતરપીંડીની ફરીયાદ કરી અને ક્યાંકને ક્યાંક તે સમયે પણ પેપર ફુટ્યુ હોય તે ઘટનાને સંતાડવામાં આવી રહી હોય તેવુ લાગી રહ્યું છે.

સાથે તેમણે માગણી કરી છે કે, આ સમગ્ર મામલે સંડોવાયેલા આરોપીની હાલના હેડકલાર્કના અને ભૂતકાળના સબઓડીટરની પરિક્ષા વચ્ચે શું સંબંધ છે તેની પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ થઈ જોઈએ. પરિક્ષાનું પેપર ફુટ્યુ હોય તો તેના મુળમાં જવામાં આવે અને મુળ આરોપીઓને પકડવામાં આવે.

Must Read