Homeગુજરાતરાજકોટઘોડી વેચવાની ના પાડી તો ચોરી કરી ગયા, તાબે નહીં થતા હત્યા...

ઘોડી વેચવાની ના પાડી તો ચોરી કરી ગયા, તાબે નહીં થતા હત્યા કરી નાખી: રાજકોટ

-

Rajkot News : રાજકોટના કુવાડવામાં પાલતું ઘોડી વેચવાની ના પાડતા ત્રણ શખ્શે તબેલામાંથી ચોરી કરીને ઘોડીને માર મારી મોતને ઘાટ ઉતારવાનો કિસ્સો સામે આવ્યો છે. કુવાડવા ગામના વેલનાથ સોસાયટીમાં રહેતા આબિદ મહમદભાઈ ભટ્ટી નામના યુવાનનો ઘોડાનો તબેલો છે. જેમાં એક સાત વર્ષની અને છ માસની બે ઘોડી (Horse) અને એક વછેરો (Foal) છે.

ગત તારીખ 30ના રોજ આબિદભાઈ પોતાના ઘરે હતા. તે દરમિયાન કોઇએ ફોન કરીને તેમના તબલામાંથી ત્રણ શખ્શ ઘોડીને દોરડું બાંધીને બળજબરીથી મારતા મારતા લઇ જતા હોવાની જાણ કરી હતી. તેથી તેઓ ત્યાં દોડી ગયા હતા, જ્યાં ઘોડી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવી હતી. આ સમયે આ વિસ્તારમાં રહેતા લોકોએ કહ્યું કે, સાંજના છએક વાગ્યાના અરસામાં એક બોલેરો ગાડી તબેલા પાસે આવી હતી. પરંતુ ઘોડી બોલેરો પર ચડી ન હતી અને ત્યાંથી ભાગી ગઇ હતી. થોડીવાર બાદ બે ટુ વ્હિલ પર આવેલા ત્રણ શખ્સ ઘોડીને દોરડાથી બાંધી મારતા મારતા લઇ જતા હતા. જ્યારે ઘોડી જમીન પર ફસડાઇ પડતા તે શખ્સો ભાગી ગયા હતા.

વિડીયો- આવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે

જેથી આબિગભાઈએ નજીકના સીસીટીવી ચેક કરતા તબેલામાંથી ઘોડીને ચોરીને જતા અને માર મારનાર વિરાજ ભઠિયા ગમારા, વિરમ મુંધવાના બે દીકરા જોવા મળ્યા હતા. આ ત્રણેય શખ્સ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપમાં નોકરી કરે છે. વિરાજ ગમારા ગત તારીખ 28ના રોજ ઘોડી ખરીદવા માટે આબિદભાઈના તબેલા પર આવ્યા હતા, પરંતુ તેમણે ઘોડી વેચવી ન હોવાની વાત કરી હતી.

ગંભીર રીતે ઘવાયેલી ઘોડીએ દમ તોડતા કુવાડવા રોડ પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું હતું. બાદમાં પોલીસે આબિદભાઈની ફરિયાદ પરથી વિરાજ સહિત ત્રણેય શખ્સ સામે ગુનો નોંધ્યો હતો અને ત્રણેયને સકંજામાં લઇ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો- જંગલના રાજાની સુરક્ષા હવે SRP કરશે જાણો કેમ ?

5 વર્ષ સુધીની સજા થઇ શકે

પાલતુ પશુની ચોરી કરવી અને તેને નુકસાન પહોંચાડવા બદલ દોષિત સાબિત થાય તો પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે તેમ એડવોકેટ ગૌતમ દવેએ જણાવ્યું છે. આ બનાવમાં પોલીસે આઇપીસી 380, 429, 114 અને 11(1)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. કોઇ પણ સ્થળેથી અબોલજીવની ચોરી કરી તેને મારી નાંખવા અંગે આઇપીસી 380, 429ની કલમ લાગે છે. જ્યારે આ ગુનામાં મદદગારી કરનાર અન્ય આરોપીની સંડોવણી હોય તો 114ની કલમ લાગે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...