Homeઆંતરરાષ્ટ્રીયવિડીયો - 310 કિલોથી વધુ વજનનો નીલમ મળી આવ્યો

વિડીયો – 310 કિલોથી વધુ વજનનો નીલમ મળી આવ્યો

-

વિશ્વના સૌથી મોટા કુદરતી કોરન્ડમ બ્લુ નીલમ “એશિયાની રાણી(Queen of Asia)” નું રવિવારે અનાવરણ કરવામાં આવ્યું ત્યારે લગભગ 310 કિલો વજન હતો. આ મુકવામાં આવેલા દુર્લભ રત્ન ત્રણ મહિના પહેલા રત્નાપુરા માંથી આ રત્ન મળી આવ્યો હતો જેને રત્ન શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ગામ શ્રીલંકાની રાજધાની કોલંબોથી લગભગ 85 કિમી દૂર આવેલું છે.

નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી અને રાજ્ય સંચાલિત સંસ્થા આવા અત્યંત મૂલ્યવાન અને અમૂલ્ય રત્નને પ્રમાણિત કરે છે અને તે પોતાના અહેવાલમાં જેમ્સ વિષે સટીક માહિતી આપી છે જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવો સહેલો પડે છે.

નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના અધ્યક્ષ થિલક વીરાસિંઘેએ જણાવ્યું હતું કે રત્ન પર કેટલાક પરીક્ષણો હજી કરવાના બાકી છે.

વધુ વાંચો – નવા વર્ષ પહેલા ઘરમાં રાખેલી આ અશુભ વસ્તુઓ કરી દો બહાર નહીં તો થશે…

વીરાસિંઘેએ વધુમાં જણાવતા કહ્યુકે, “આની અંદર વધુ સ્વચ્છ પથ્થરો હોઈ શકે છે અને હાલમાં પહેલેથી જ એક કે બે સ્વચ્છ પથ્થરો બહારથી જોઈ શકીએ છીએ,” .

Video WatchSri Lanka shows off worlds biggest blue sapphire

આંતરરાષ્ટ્રીય રત્ન સંસ્થાઓએ હજુ કિંમતી પથ્થરને પ્રમાણિત કરેલો નથી. રત્ન નિષ્ણાત ચમિલા સુરંગાએ જણાવ્યું હતું કે આ રત્નની વિશેષતા એ છે કે રત્નમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ટાઇટેનિયમ, આયર્ન અને નિકલનો સમાવેશ થાય છે.

સુરંગાએ જણાવ્યું હતું કે, “દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રત્નને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને સૌથી વધુ કિંમતે વેચવાની યોજના ચાલી રહી છે,”

sri lanka shows off worlds biggest blue sapphire image
sri lanka shows off worlds biggest blue sapphire image CNN

આ વર્ષે જુલાઈ દરમિયાન, રત્નાપુરામાંથી વિશ્વનું સૌથી મોટું નીલમ ક્લસ્ટર મળી આવ્યું હતું. તેનું વજન લગભગ 510 કિલો કેરેટ હતું, અને ક્લસ્ટરને “સેરેન્ડિપિટી સેફાયર” નામ આપવામાં આવ્યું હતું.

વધુ વાંચો – ભારતનો આ ટાપુ પર મંડરાય રહ્યો છે મોટો ખતરો, જાણો શું છે કારણ

રત્નાપુરાને દક્ષિણ એશિયાઈ દેશની રત્ન રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, જે નીલમ અને અન્ય કિંમતી રત્નોનો અગ્રણી નિકાસકાર છે.

Must Read