Sports news in Gujarati : એશિયા કપમાં (IND vs PAK) ભારત અને પાકિસ્તાન સુપર 4 મેચ (India – Pakistan Super Match) માં આજે ભારત બીજી વખત પાકિસ્તાન સામે ટકરાશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર જ્યારે એશિયા કપ (Asia Cup) રમાયો હતો ત્યારે ભારતે 5 વિકેટે જીત મેળવી હતી. હવે જ્યારે ભારત અને પાકિસ્તાનની ટીમ (Bharat Vs Pakistan) બીજી વખત આમને સામને થવા જઈ રહી છે.
ત્યારે ચાહકો ફરી એકવાર સુપરહિટ મેચની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Allrounder Ravindra Jadeja) ઘૂંટણની ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને અક્ષર પટેલ (Akshar Patel) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠે છે કે પાકિસ્તાન સામેની મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન (Playing Eleven) કેવી હશે.
આ અંગે ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે (Wasim Jaffer) પોતાનો અભિપ્રાય આપ્યો છે. ESPN Cricinfo સાથે વાત કરતા, જાફરે ભારતની પ્લેઈંગ ઈલેવન વિશે પોતાના વિચારો શેર કર્યા છે. જાફરે કહ્યું છે કે, “જાડેજાની ગેરહાજરીને કારણે અક્ષર પટેલને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે. તાજેતરના સમયમાં અક્ષરનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે અને તે બેટિંગ પણ કમાલની કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે જાડેજાની જગ્યાએ અક્ષર સીધો જ ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરશે”.
આ સાથે વસીમે વધુમાં કહ્યું કે, “તે ઈચ્છે છે કે અવેશ ખાનને બદલે રવિ બિશ્નોઈ આજની મેચ રમે. લેગ સ્પિનર ઓપનર એક આક્રમક વિકલ્પ હોય છે. પાકિસ્તાનના બેટ્સમેનો હજુ સુધી રવિ બિશ્નોઈ સાથે રમ્યા નથી જેથી ભારતને ફાયદો થઇ શકે છે. રિષભ પંત પણ આજની મેચમાં રમે અને કે.એલ. રાહુલના સ્થાને ઓપનિંગ કરે”.
પોતાની વાત આગળ ધપાવતા જાફરે એમ પણ કહ્યું કે, “તેના ટોપ ઓર્ડર પર રમવાથી પાકિસ્તાની બોલિંગ વ્યૂહરચના પણ બદલાઈ જશે, જેનાથી તે દબાણમાં આવી શકે છે. પંત પાકિસ્તાની કેપ્ટન માટે માથાનો દુખાવો બની શકે છે”.