Homeસ્પોર્ટ્સIND Vs AFG Asia Cup 2022: મેચ પહેલા દુબઈ સ્ટેડિયમ નજીક આગ...

IND Vs AFG Asia Cup 2022: મેચ પહેલા દુબઈ સ્ટેડિયમ નજીક આગ ફાટી નીકળી

-

Sports news in Gujarati : ગુરુવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 મેચ (India VS Afghan T20) રમાવાની છે. એશિયા કપ (Asia Cup)માં ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ છે. પરંતું આ પહેલા દુબઈ સ્ટેડિયમ (Dubai Stadium) પાસે આગ લાગી ગઇ છે. આગ એટલી મોટી છે કે સ્ટેડિયમની આસપાસ ધુમાડો છવાઈ ગયો છે.

એશિયા કપ-2022માં ભારતે આજે (8 સપ્ટેમ્બર) છેલ્લી મેચ રમવાની છે. દુબઈ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા એક અકસ્માત થયો છે. જેમાં સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે આગ લાગી છે, જેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ આગ એન્ટ્રી ગેટ પાસે એક બિલ્ડિંગમાં લાગી હતી. જેનો ધુમાડો આખા સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો.

વિડીયો- 62 વર્ષનો ઢગો લિફ્ટમાં કિશોરીની છેડતી કરતો CCTVમાં કેદ: અમદાવાદ

આ આગ ત્યારે લાગી જ્યારે ટુંક સમયમાં અહીં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયા ગુરુવારે એશિયા કપ-2022માં પોતાની છેલ્લી મેચ રમવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલેથી જ ફાઈનલની રેસમાંથી બહાર છે, આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન સામેની મેચ માત્ર એક ઔપચારિકતા છે.

એશિયા કપ-2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જ્યારે ભારત લીગ મેચમાં સતત બે મેચ જીતીને સુપર-4માં પહોંચ્યું ત્યારબાદ તેને પહેલા પાકિસ્તાન સામે અને પછી શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સુપર-4 મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટ અને શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું.

વધુ વાંચો- ફાસ્ટ બૉલર અર્શદીપથી કેચ છુટતા ટ્રોલીંગ બાદ બચાવમાં આવી હસ્તીઓ જૂઓ શું કહે છે

ટીમ ઈન્ડિયા હવે અફઘાનિસ્તાન સામે એક રીતે સન્માનની વિરુદ્ધ રમી રહી છે, કારણ કે જો તે અહીં જીતે તો ઓછામાં ઓછું સુપર-4 સ્ટેજ પર તેની જીત થશે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ અપેક્ષાઓ સાથે મોટી ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તે અહીં પણ નિષ્ફળ રહી હતી.

એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયાએ હજુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે શ્રેણી રમવાની છે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી કસોટી હશે, જેના પછી ભારતીય ખેલાડીઓ સીધા T20 વર્લ્ડ કપમાં પોતાની તાકાત બતાવશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...