Homeમનોરંજન'સ્પાઈડરગર્લ' કરોળિયાની જેમ દીવાલ પર ચડી ગઈ, જુઓ વિડીયો

‘સ્પાઈડરગર્લ’ કરોળિયાની જેમ દીવાલ પર ચડી ગઈ, જુઓ વિડીયો

-

Viral Video News In Gujarati at Satyamanthan web

એક વીડિયોમાં, એક નાની છોકરી દિવાલો પર ઝડપથી ચઢતા જોઈ શકાય છે. તેને દિવાલ પર ચઢતા જોઈને આશ્ચર્ય પામેલા નેટીઝન્સે પાંચ વર્ષની બાળકીના પરાક્રમને ‘સ્પાઈડરગર્લ’ ગણાવી છે. વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં, છોકરી કોઈ પણ આધાર વગર થોડીક સેકન્ડમાં દીવાલ પર ચઢી જાય છે. દીવાલ પર ચઢવા માટે, છોકરીએ કોઈ સાધન અથવા પાવરનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ એક તકનીકની મદદથી, તે તેના હાથ અને પગનો ઉપયોગ કરીને દિવાલ પર ચઢી રહી છે.

55-સેકન્ડની આ ક્લિપમાં, છોકરી પહેલા રૂમના એક ખૂણામાં ઉભી છે અને દિવાલની બંને બાજુએ તેના હાથ અને ખુલ્લા પગ મૂકે છે. પછી પોતાની જાતને બે દિવાલોની વચ્ચે લટકાવી દીવાલને છત સુધી સ્કેલ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે ટોચ પર પહોંચે છે, ત્યારે તે તેના બંને પગને હવામાં ઉઠાવે છે. આ જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા હતા. આખો વીડિયો જોયા બાદ લોકો છોકરીનું નામ ‘સ્પાઇડરગર્લ’ રાખી રહ્યા છે.

લોકોએ આ છોકરીનું નામ ‘સ્પાઇડરગર્લ’ રાખ્યું
યૂઝર્સે આ વીડિયો જોતાની સાથે જ તેઓ મૂંઝાઈ ગયા. ‘Ffs OMG Vids’ નામના એકાઉન્ટમાંથી ‘સ્પાઇડરગર્લ’ કેપ્શન સાથે ટ્વિટર પર શેર કર્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને 7 લાખ 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ છોકરીની કુશળતાથી અત્યંત પ્રભાવિત થયા હતા. નેટીઝન્સ આ વીડિયો પર લોકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે.

Must Read