Homeરાજકારણજાણો સોનું સુદના પરિવારમાંથી કોણ રાજકારણમાં જોડાવાનું છે ?

જાણો સોનું સુદના પરિવારમાંથી કોણ રાજકારણમાં જોડાવાનું છે ?

-

અભિનેતા સોનુ સૂદ વિશે અફવાઓ ઉડી હતી કે તેઓ રાજકારણમાં પ્રવેશવાના છે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે પંજાબમાં ચૂંટણીને લઈને સક્રિય થઈ શકે છે. પરંતુ થોડા સમય પછી તેમણે આ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા.

તેમણે કહ્યું કે તે રાજકારણમાં જઈ રહ્યો નથી. જોકે તેમની બહેન માલવિકા સૂદએ રાજકારણમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે. સોનુ સૂદએ આ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમના પરિવારની રુચિ શિક્ષણ અને સ્વાસ્થ્યમાં છે. તેમણે કહ્યું કે તે પંજાબના લોકોની સેવા કરવા માંગે છે તો ચાલો જાણીએ કેવો છે સોનુ સૂદનો પરિવારનું જીવન

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
sonu sood sister malvika sood (Image: Instagram/@sonu_sood)

AAP કે કોંગ્રેસ, ક્યાં જશે માલવિકા સૂદ?
સોનુ સૂદને પૂછવામાં આવ્યું કે તેમની બહેન માલવિકા સૂદ કઈ પાર્ટીમાં જશે. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમના માટે પાર્ટી મહત્વની નથી, પરંતુ વાત તેમની વધુ સેવા કરવાની છે. મારી બહેન લોકો અને સમાજની સેવા કરશે અને “આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ બંને સારી પાર્ટીઓ છે.

સોનુ સૂદની બહેન સામાજિક કાર્ય સાથે સંકળાયેલી છે
સોનુ સૂદની બહેનની પાર્ટીમાં જોડાવાની જાહેરાત પહેલા કેટલીક રાજકીય ઘટનાઓ બની હતી સોનુ સૂદ આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મળ્યો હતો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે સોનુ સૂદ કોઈ પાર્ટીમાં સામેલ થઈ શકે છે.

કોણ છે સોનુ સૂદની બહેન માલવિકા સૂદ?
માલવિકાનું પૂરું નામ માલવિકા સચ્ચર છે અને તે સોનુ સૂદની નાની બહેન છે જેમની ઉમર 38 વર્ષની છે, અને માલવિકા મોગામાં રહે છે. તે તેના સામાજિક કાર્ય અને લોકોને મદદ કરવા માટે સ્થાનિક લોકોમાં જાણીતી છે. વર્ષોથી તે રોજગાર, શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરી રહી છે. તે સોનુ સૂદ સાથે ચેરિટી ફાઉન્ડેશન પણ ચલાવે છે. તેમને બંને ભાઈ-બહેનોએ તેને તેમના સ્વર્ગીય માતા-પિતાના નામે ચલાવવાનું નક્કી કર્યું છે.

દિલ્હીમાં બેઠક, સોનુ સૂદ સાથે ગુજરાતના પ્રખ્યાત ઉદ્યોગપતિઓની પણ હાજરી

માલવિકા સૂદ કોમ્પ્યુટર એન્જિનિયર છે?
તેમની સામાજિક ઈમેજ સિવાય માલવિકા કોમ્પ્યુટર એન્જિનિયર પણ છે. સામાજિક કાર્ય કરવા ઉપરાંત તે IELTS માટે કોચિંગ સેન્ટર પણ ચલાવે છે. માલવિકના પતિનું નામ ગૌતમ સચ્ચર છે તેઓ સાથે મળીને ગરીબ બાળકોને ભણાવવાનું પણ કામ કરે છે.

માલવિકા સૂદ સામાજિક કાર્યોમાં સામેલ છે.
માલવિકા કોરોના મહામારી દરમિયાન પણ હેડલાઇન્સમાં હતી અને તેને લોકડાઉન દરમિયાન ગરીબ બાળકો માટે મફતમાં ઓનલાઈન ક્લાસ ચલાવવાની વ્યવસ્થા કરી હતી. મોગામાં મેરા શહેર મેરી જવાબદારીના નામથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. માલવિકાએ તેના ભાઈની મદદથી ઘણા બાળકોને સાયકલ વહેંચવાનું કામ પણ કર્યું હતું.

સોનુ સૂદના પિતાનું નામ સાગર સૂદ અને માતાનું નામ સરોજ બાલા સૂદ હતું. પિતાનું વર્ષ 2016માં અને માતાનું વર્ષ 2007માં નિધન થયું હતું. પિતા મોગામાં કપડાની દુકાન ચલાવતા હતા. માતા કોલેજમાં અંગ્રેજી શિક્ષક હતા. સોનુ સૂદે પણ મોગામાં અભ્યાસ કર્યો છે. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ સેક્રેડ હાર્ટ સ્કૂલમાંથી કર્યું હતું. ત્યારબાદ નાગરપુરની યશવંતરાવ ચવ્હાણ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ડિગ્રી મેળવી હતી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....