Homeગુજરાતરાજકોટરાજકોટની સોની બજારમાં ઈમારતમાં ભીષણ આગ

રાજકોટની સોની બજારમાં ઈમારતમાં ભીષણ આગ

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ શહેરની વિખ્યાત સોની બજાર (Soni Bazar Rajkot)માં આજરોજ સાંજના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગીચ સોની બજારમાં આવેલી ઈમારતના ચોથા માળ પણ ભીષણ આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આગની ઘટનામાં ફસાયેલા લોકોને હાલ સુરક્ષિત રીતે બહાર ખસેડી લેવાયા છે. આગની ઘટના એટલી ભયંકર હતી કે આકાશમાં ઈમારતમાંથી ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યાં હતા.

બનાવની મળતી માહિતી મુજબ રાજકોટની સોની બજારમાં આવેલા ભીમજીભાઈ શેરીમાં એક ઈમારતમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ ઈમારતની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

આ બિલ્ડિગમાં આશરે 300 કરતા પણ વધારે લોકો હતા જેમાંથી મોટાભાગના લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. છેલ્લા સમાચાર પ્રમાણે હજુ પણ કેટલાક લોકો બિલ્ડીંગની અંદર ફસાયાના સમાચાર છે.  અત્યારે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક માહિતી પ્રમાણે સિલિન્ડર લીક થવાથી આ આગની ઘટના બની હતી જો કે હજુ સુધી આગનું સાચું કારણ જાણવા મળ્યું નથી. આગને કારણે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે તંત્રની મિલીભગતથી જ આ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આટલી નાની જગ્યામાં અવળું મોટું બિલ્ડીંગ બનાવવાની પરવાનગી કઈ રીતે મળી તે પ્રશ્ન સર્જાયો છે.

વધુ વાંચો- ગણેશ મહોત્સવ અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Must Read