Sunday, May 15, 2022

વીડિયો: કોરોના નોતરતા નેતાઓને ‘સોમનાથ દાદા’ સદબુધ્ધી આપે તેવી પ્રાર્થના

Somnath Maha Arti Viral Video : આવતીકાલે ગીર સોમનાથના સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો (Somnath Guest House) વર્ચ્યુઅલ ઉદઘાટન કાર્યક્રમ છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 30.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ભવનનું ઉદઘાટન કરશે. જે પહેલા સોમનાથ મંદિર પાસે Somnath Temple આજરોજ એક મોટા ‘મહાઆરતી’ નામના સંગીત કાર્યક્રમનું (Political) આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોરોનાની આ સ્થિતીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. જેમાં જાણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપવાનું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

નેતાઓ ટોળા કરે છે એકઠા !
એક તરફ દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતી વિકટ બની રહી છે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જેના કારણે લોકોના લગ્ન સમારંભો અને અવસાન જેવા દુઃખદ પ્રસંગો પર મર્યાદિત માણસોને જ મંજૂરી અપાઈ છે. જ્યારે બીજી તરફ મંત્રીઓ અને નેતાઓની ઉપસ્થિતીમાં હજારો લોકોના ટોળા એકત્રીત થાય તેવા કાર્યક્રમોના આયોજન કરાય છે.

Somnath viral video: સોમનાથ દાદા નેતાઓને સદબુધ્ધી આપે…

રાજ્યને કોરોનાના જોખમમાં મુકવું છે કે શું ?
ગીર સોમનાથના સોમનાથ મંદિર પાસે આજરોજ ‘મહાઆરતી’ના નામે એક વિશાળ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મંત્રી અરવિંદ રૈયાણી, ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા પૂર્ણેશ મોદી તેમજ વેરાવળ પાટણ નગરપાલિકાના પ્રમુખ પીયુષ ફોફંડી સહિત કેટલાક ભાજપ નેતાઓ અને કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, તારક મહેતા ફેમ સુંદર કેટલાક જેવા દિગ્ગજ કલાકારો પણ હાજર જોવા મળ્યા હતા. આ પહેલા પણ અનેક વખત ભાજપના નેતાઓ દ્વારા રેલી, સરઘસ જેવા કાર્યક્રમો આજ રીતે મોટી મેદનીમાં કરવામાં આવ્યા હતા.

કાયદો દરેક માટે સમાન તો તંત્ર કાર્યવાહી ક્યારે કરશે ?
આવામાં સવાલ પેદા થાય છે કે, શું કોરોના ગાઈડલાઈન માત્ર સામાન્ય નાગરિકો માટે જ બને છે ? નેતાઓને કોરોના ગાઈડલાઈનનો કાયદો લાગુ ન પડે ? જો પડતો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં તંત્ર કેમ પાછી પાની કરે છે ? નેતાઓના જોખમી કાર્યક્રમોના કારણે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે કાયદો દરેક માટે સમાન હોય તો નેતાઓ પર કાયદેસર કાર્યવાહી ક્યારે થશે ?

હાલની રાજ્યની કોરોનાની સ્થિતી
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ ગીર સોમનાથમાં કુલ 40 કોરોના કેસ સામે આવ્યા છે. તેમજ રાજ્યમાં 24,485 કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે.

covid case list district wise gujarat on date 20 january 2022
આજરોજ તારીખ 20-01-2022 ના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કોરોના કેસની વિગત

અહેવાલ- શૈલેષ નાઘેરા, ગીર સોમનાથ (વેરાવળ)

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...