Homeગુજરાતગીર સોમનાથકોડિનારમાં શહેરી બાગાયાત વિકાસ યોજના સંદર્ભે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ

કોડિનારમાં શહેરી બાગાયાત વિકાસ યોજના સંદર્ભે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ

-

મહિલાઓને કિચન ગાર્ડન બનાવવા માટે માર્ગદર્શન અપાયું : શાકભાજી કીટ અને માહિતી પુસ્તિકાનુ કરાયું વિતરણ

પરાગ સંગતાણી-ગીર-સોમનાથ(Gir Somanath-Kodinar) તા, -૦૮, ગીર-સોમનાથ જિલ્લાના કોડિનારમાં જીન પ્લોટ ખાતે શહેરી બાગાયાત વિકાસ યોજના સંદર્ભે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરી વિસ્તારના ૪૪ જેટલા મહિલાઓને કિચન ગાર્ડન બનાવવા માટે ગાંધીનગર સ્થિતિથી ઓનલાઇન અને નિષ્ણાંતો દ્રારા પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
કોડિનારમાં શહેરી બાગાયાત વિકાસ યોજના સંદર્ભે એક દિવસીય તાલીમ શિબિર યોજાઈ

આ તાલીમ શિબિરમાં બાગાયાત નિયામક ડો.પી.એમ.વઘાસીયા સહિતના તજજ્ઞોએ ઓનલાઇન માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં નિષ્ણાંત શ્રી રમેશભાઇ રાઠોડ, બાગાયત મદદનીશ શ્રી જગદીશભાઇ અને દિનેશભાઇએ શહેરી બાગાયાત વિકાસ યોજના-કિચન ગાર્ડન સંદર્ભે વિગતવાર જાણકારી આપી હતી.

સાથે જ આ તાલીમના લાભાર્થી ૪૪ જેટલા બહેનોને કિચન ગાર્ડન માટેની શાકભાજી કીટ અને માહિતી પુસ્તિકાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ નાયાબ બાગાયાત નિયામકશ્રીની એક યાદીમાં જણાવાયું હતું.|||

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...